October 6, 2011

અમેરિકા સહિત વિશ્વભરના કોર્પોરેટ જગતમાં સફળતાનો ડંકો વગાડનારા સ્ટિવ જોબ્સ સ્વભાવે વિદ્રોહી હતા. તેમને વિદ્રોહી નાયક કહેવા પણ અયોગ્ય નહીં ગણાય. તેમની કામ કરવાની પદ્ધતિ એવી હતી કે, ઘણી વખત તેમની સાથે કામ કરવું મુશ્કેલ બની જતું હતું. પરંતુ લોકોની વચ્ચે કયું ઉપકરણ લોકપ્રિય થશે તે વાતની સમજે એપલને દુનિયાભરની જાણીતી કંપની બનાવી દીધી હતી.

સ્ટીવન પોલ જોબ્સના માતા પિતા અપરિણીત વિદ્યાર્થી-વિદ્યાર્થીની હતા. માં જોઆન શિબલ હતી અને તેના પિતા સિરિયાના મુળના અબ્દુલફતહ જંદાલી હતા. બંનેએ કેલિફોર્નિયાના પોલ અને કાર્લા જોબ્સને તેમનું સંતાન દતક આપી દીધું હતું. આ ઘટનાના કેટલાક મહિના બાદ સ્ટીવના અસલી માતા-પિતાએ લગ્ન કરી લીધા. તેમને મોના નામથી પુત્રી થઈ. જો કે, મોનાને તેના મોટાભાઈ સ્ટિવ અંગેની જાણ વર્ષો સુધી કરવામાં આવી ન હતી. જ્યારે તેણી વયસ્ક બની ત્યારે આ અંગે માહિતી આપવામાં આવી હતી.

એપ્પલ કંપની દ્વારા 1980ના દાયકાના અંતભાગમાં લોન્ચ કરવામાં આવેલા એપલ વન અને એપલ ટુ મશીને ઘરમાં કોમ્પ્યુટર માટેના વિચારને લોકપ્રિય બનાવ્યો. વર્ષ 1978માં કંપનીનું વેચાણ 7.8 મિલિયન ડોલર હતું. જે વર્ષ 1980 સુધીમાં 117 મિલિયન ડોલર પર પહોંચી ગયું હતું.

No comments:

Post a Comment