October 18, 2011

જૂના હરીફોને પણ માર્ગદર્શન આપતા બ્રાન્ડ બિલ્ડર્સ

ઓગસ્ટના અંતમાં એવેન્ટિસ ફાર્માએ ભારતીય કંપની યુનિવર્સલ મેડિકેરના બ્રાન્ડેડ ન્યુટ્રાસ્યુટિકલ બિઝનેસને ખરીદવાની યોજના જાહેર કરી ત્યારે રંગા ઐયરને આનંદ થયો હતો.

ભારતીય હેલ્થકેર બજારમાં હાજરી વધારવા માટે એવેન્ટિસે 18 મહિના પહેલાં જ અમેરિકન દવા ઉત્પાદક વાયેથના ભૂતપૂર્વ એમડી રહી ચૂકેલા ઐયરનો સંપર્ક કર્યો હતો. વાયેથનું ફાઇઝર સાથે મર્જર થયા બાદ ઐયર તે સમયે વાયેથમાંથી નીકળી ગયા હતા.

અન્ય જોબ ઓફર્સને ફગાવી દઈને ઐયર સ્ટ્રેટેજી , બિઝનેસ ડેવલપમેન્ટ , મર્જર અને એક્વિઝિશન અંગે ફાર્માસ્યુટિકલ કંપનીઓના સીઇઓના સલાહકાર બન્યા હતા. એવેન્ટિસને સંભવિત ખરીદીમાં તેમણે જ મદદ કરી હતી.

ઐયર ઉપરાંત બીજા ઘણા વરિષ્ઠ એક્ઝિક્યુટિવ્સ કન્સલ્ટન્ટ બની ગયા છે અને એક સમયે હરીફ રહી ચૂકેલી કંપનીઓને માર્ગદર્શન પૂરું પાડે છે. ભારતભરમાં કંપનીઓ વ્યૂહાત્મક સોદા માટે ભૂતપૂર્વ બિઝનેસ વડાઓની પસંદગી કરી રહી છે.

સુનિલ અલગ , શ્રીપદ નાડકર્ણી , નરેન્દ્ર અંબવાની અને નાબાંકર ' નોબી ગુપ્તા ' જેવા પૂર્વ બિઝનેસ વડાઓ તેનાં ઉદાહરણ છે.

ગ્લેક્લોસ્મિથક્લાઇન કન્ઝ્યુમર હેલ્થકેરે બે વર્ષ અગાઉ રૂ. 10,000 કરોડના બિસ્કિટ બજારમાં હોર્લિક્સને આગળ ધપાવવાની યોજના ઘડી ત્યારે તેણે બિસ્કિટ ઉદ્યોગના સૌથી પ્રતિષ્ઠિત પૈકી એક વ્યક્તિનો સંપર્ક સાધ્યો હતો.

તેમણે બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર સુનિલ અલઘની કુશળતા પર ભરોસો મૂક્યો હતો. બેંગલોર સ્થિત બિસ્કિટ ઉત્પાદકની બ્રાન્ડના સર્જનમાં અલઘની મુખ્ય ભૂમિકા હતી જેમણે ટાઇગર જેવી બ્રાન્ડ લોન્ચ કરી હતી.

ગ્લેક્લોસ્મિથક્લાઇન કન્ઝ્યુમરની વ્યૂહરચના અસરકારક રહી હોય તેમ લાગે છે. અલઘ જોડાયા પછી ત્રણ વર્ષની અંદર હોર્લિક્સ રૂ. 100 કરોડની બ્રાન્ડ બની છે અને એક ડઝનથી વધુ વેરિયન્ટ્સ લોન્ચ કર્યા છે.

ઠંડા મતલબ કોકા-કોલા એડ્ સ્લોગન રચનાર કોકા-કોલાના ભૂતપૂર્વ માર્કેટિંગ વડા શ્રીપદ નાડકર્ણીએ કોલા સેગમેન્ટમાં થમ્સઅપને પણ ઊંચા સ્થાને પહોંચાડી હતી.

તેમને ભારત ઉપરાંત ચીન , નેપાળ , બાંગ્લાદેશ અને શ્રીલંકામાં ગ્રામ્ય વિસ્તારમાં કોર બ્રાન્ડ્સની જાહેરખબરની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. અત્યારે નાડકર્ણી તેમની બુટિક કન્સલ્ટિંગ કંપની માર્કેટ ગેટ ખાતે કોકા-કોલાની હરીફ કંપની પેપ્સિકો તથા અન્ય ઠંડાં પીણાં ઉત્પાદકને માર્ગદર્શન આપે છે.

કન્ઝ્યુમર મેડિકલ પ્રોડક્ટ્સમાં નિષ્ણાતોની સલાહ મેળવવા માંગતી કંપનીઓ જ્હોન્સન એન્ડ જ્હોન્સન , ઇન્ડિયાના ભૂતપૂર્વ એમડી નરેન્દ્ર અંબવાની પાસે જઈ રહી છે . અંબવાની કહે છે , હું નિવૃત્ત થયો ત્યારથી આ ફિલ્ડની અન્ય કંપનીઓએ મારો સંપર્ક કર્યો છે . તેમને બ્રાન્ડિંગ અને માર્કેટિંગમાં મારા અનુભવની જરૂર છે.

No comments:

Post a Comment