September 7, 2011

રોબર્ટ કાપલાન નો એક લેખ વાંચતો હતો કે જેમાં તેને કહ્યું છે કે કોર્પોરેટમાં આજે મોટા અધિકારીઓ પોતાના કામનો રિપોર્ટ તેનાથી જુનિયર અધિકારી પાસે માંગે છે જે તેને એકદમ વહાલો લાગતો હોય. મને યાદ છે હું જયારે જોબ કરતો હતો ત્યારે મારી પાસે એવા ઘણા મોટા સાહેબો હતા જે મને કહેતા કે મારું કામ કેવું છે દીપકભાઈ? ત્યારે હું કહેતો કે સાહેબ તમારા હોદ્દા / કામ પ્રમાણે ઘણું જ સારું કહેવાય. એ લોકો પોતાના વખાણ થાય અને તેમના કામની કદર થાય તેવું ઇચ્છતા હોય છે કારણકે તેમને પ્રમોસન લેવાનું હોય છે જયારે તેનાથી નાના માણસોએ તો મજુરી જ કરવાની હોય છે. તેમને માટે એ લોકો એકદમ તુચ્છ હોય છે.

મને યાદ છે જયારે હું એક દવાના કોર્પોરેટમાં કામ કરતો હતો ત્યારે મને મારા ઉપલી કક્ષાના અધિકારીએ કહેલું કે તારા સાહેબ તો માત્ર એના જ વખાણ કરે છે. તું કશું એમને સમજાવતો કેમ નથી? મેં કહ્યું કે ભાઈ સાહેબ હમેશા સાચા હોય છે એવી શિખામણ મને એમને નોકરીના પહેલા દિવસે કહેલી અને આજ સલાહ તમને પણ એમને આપેલી. સાચું ને?

આજે દરેક જગ્યાએ રાજકારણ ચાલતું હોય છે અને એ માટે કે બીજાને આગળ નાં આવવા દેવા અથવા પોતે આગળ નીકળી જાવા માટે. અને એમાં મોટા ભાગના સફળ લોકો નિષ્ફળ જાય છે કારણ કે એમને ખ્યાલ હોતો નથી કે શેર થી પણ કોક સવા શેર હોય શકે. આજના જમાનામાં લોકોની એક આદત થઇ ગઈ છે કે ચલાવી લેવું કોઈ પણ સંજોગોમાં ચાલે છે ને બસ આપને શું વાંધો. આપનું કામ તો થઇ ગયું ને? દુનિયા જાય તેલ પીવા. આપને જલસા કરો ને બાપુ.

આજે ધવલભાઈ મેહતા નો લેખ ગુજરાત સમાચારમાં વાંચતો હતો કે "જગતમાં અત્યારે શું થઇ રહ્યું છે?, તે કઈ દિશામાં જઇ રહ્યું છે?" એમાં એમને લખ્યું છે કે ધનિક દેશો ગરીબ દેશોમાં માલ બનાવડાવે છે જેથી તેમને પડતર કિંમત એકદમ નજીવી કિંમતમાં પડે.

No comments:

Post a Comment