September 7, 2011

મુર્ખ બનવું અને વ્યવસ્થિત કામ કરવું એ બંનેમાં ફરક છે.

કસ્ટમર સર્વિસનું એક ખુબ જ ભયાનક સ્વરૂપ આજે મેં જોયું કે જેમાં મારું એક મકાનનું આજ દિવસ સુધીનું ભાડા ની પહોંચ લેવા માટે હું બિલ્ડીંગના પ્રમુખ પાસે ગયો તો એમને મને કહ્યું કે અત્યારે હું મારું કામ કરું છું તમે મને ફોન કરીને આવજો. મેં કહ્યું સાહેબ તમને કાલે ફોન કરેલો અને તમે મને અત્યારે જ બોલાવેલો પછી તમે મને કેમ કહો છો કે ફોન કરીને આવવું?

એમને મને કહ્યું કે હું મારું પોતાનું કામ કરું છું બધા માણસો માટે મારી પાસે સમય નથી. ત્યાં પટાવાળાની જગ્યાએ જઈને બેસો અને મારી રાહ જુઓ. મેં પછી એમને પ્રશ્ન પૂછ્યો કે સાહેબ કેટલી વાર હું બેસું? એમને મને કહ્યું કે જ્યાં સુધી મારું કામ પતે નહિ ત્યાં સુધી કદાચ સાંજ પણ પડી જાય.

મને ગુસ્સો આવ્યો અને મેં એમને કહ્યું કે સાહેબ કઈ વાંધો નહિ હું કાલે આવીશ. એ પછી હું તરત એક વકીલ પાસે ગયો અને એક પત્ર તૈયાર બનાવ્યો કે જેમાં લખેલું હતું કે આ બિલ્ડીંગના કોઈ પણ સભ્યએ જો આપના પ્રમુખ સાહેબ પાસે જવું તો લેખિતમાં લઇ લેવું કે હું ક્યારે આવું અને તે પત્ર મેં તમામ લોકોને મોકલાવી આપ્યો. એ પછી બધા લોકોનો મને ફોન આવ્યો કે દીપકભાઈ અમે તમારી સાથે છીએ કઈ પણ તકલીફ પડે તો અમને કહેજો. હું આશ્ચર્ય પામ્યો કે બિલ્ડીંગના તમામ સભ્યો એ મને સાથ આપ્યો.

બીજા દિવસે અમે તમામ બિલ્ડીંગના સભ્યો એક સાથે પ્રમુખને ત્યાં ગયા અને ભાડાની પહોચ માંગી.

શું થયું આનું પરિણામ?

એમનું તમામ કામ એ દિવસનું જે ખુબ જ મહત્વનું હતું એમના માટે એ પડતું મુકીને એમને અમોને પહોચ આપી અને મારી માફી માગી. ત્યારે મેં એમને કહ્યું કે સાહેબ આ પટાવાળાની જગ્યા બહુ જ નસીબદાર છે હો તમે ક્યારેક બેસજો એના ઉપર.

મુર્ખ બનવું અને વ્યવસ્થિત કામ કરવું એ બંનેમાં ફરક છે.

2 comments:

  1. તમારાથી ભલભલા ભાંભેડા નાખી જાય સર

    ReplyDelete