August 20, 2011

એક જાણીતી વાર્તા છે. નાનકડા ગામડાંમાંથી મંત્રીશ્રીની ચકચકિત કારનો કાફલો પસાર થઇ રહ્યો હતો. કાફલાની ઝડપ એટલી હતી કે ધૂળની ડમરીઓ ઊડી રહી હતી. ધૂળિયા રસ્તાને કોરે ઊભેલા એક નાગા-પૂગા છોકરાએ એક પથ્થર ઉપાડીને કાર પર ફેંકયો. કારનો કાચ ફૂટ્યો. મંત્રીશ્રીના રક્ષકો અને સૌ લોકોએ દોડીને પેલા છોકરાને પકડી લીધો. કારમાંથી ઉતરીને આવેલા મંત્રીશ્રીએ પૂછ્યું કે તે કેમ પથ્થર માર્યો? છોકરાએ કહ્યું કે મારી મા બિમાર છે તેને દવાખાને લઇ જવી છે પણ મારી વાત કોઇ સાંભળતું નથી. તમને ઊભા રાખવા મારી પાસે પથ્થર મારવા સિવાય કોઇ આરો નહોતો. વાર્તાનું સ્વરૂપ અને પાત્રો કદાચ જુદી જુદી રીતે લોકોએ સાંભળ્યા કે વાંચ્યા હશે, પણ તેનું હાર્દ એ કે તમે જો ગરીબ હો તો તમારો અવાજ કોઇ ન સાંભળે. તમારો અવાજ સંભળાવવા માટે તમારા હાથમાં પથ્થર લીધા સિવાય છુટકો નથી.

No comments:

Post a Comment