August 20, 2011

અમેરિકાની નેશનલ ઈન્ટેલિજન્સ કાઉન્સિલના અંદાજ પ્રમાણે ૨૦૨૫ સુધીમાં અમેરિકાની વૈશ્વિક તાકાત ઘણી ઓછી થઇ જશે. આનું મુખ્ય કારણ એ હશે કે ભારત અને ચીન જેવા દેશોની પોતાની તાકાત અનેકગણી વધી ગઇ હશે. આ વાતને બરાક ઓબામા બરાબર સમજી ગયા છે.

તેમને ખ્યાલ આવી ગયો છે કે દેવાળિયા બની રહેલા અમેરિકાને ઉગારવું હશે તો ઘરઆંગણે બહુ મોટી સંખ્યામાં લોકોને રોજગારી આપવી પડશે. ઓબામાને ગયા અઠવાડિયે ૫૦મું બેઠું અને ગયા મહિને અમેરિકાએ તેનો ૨૩૫મો સ્વાતંત્ર્યદિન મનાવ્યો. અમેરિકન લોકશાહી પાકટવયની છે, જ્યારે ભારતીય લોકશાહી કરતાં જેમની ઉંમર મોટી છે એવા ડૉ. મનમોહનસિંઘ આવતા મહિને ૮૦મા વર્ષમાં પ્રવેશશે અને મહેન્દ્રસિંહ ધોની ગયા મહિને જ તેનો ૩૦મો જન્મદિન મનાવ્યો. ત્રણ પેઢીનું નેતૃત્વ આ ત્રણેય કરી રહ્યા છે.

No comments:

Post a Comment