August 20, 2011

ફોબ્ર્સ અને ટાઇમ જેવા વિશ્વપ્રસિદ્ધ મેગેઝિનોની યાદીમાં ધનપતિઓની અમીરી છાપરે ચડીને પોકારે છે, બીજી બાજુ ગરીબોને માથા પર છાપરું કેમ બાંધવું એનો પ્રશ્ન છે. મધ્યમ વર્ગ અને ગરીબ જાણે હાંસિયામાં ધકેલાઇ ગયો છે. સરકાર હંમેશાં એક દલીલ કરતી હોય છે કે દરેક જણની માથાદીઠ આવક વધી છે. સરકારના કહેવા મુજબ આ વર્ષે ભારતીયની માથાદીઠ આવક ૫૪,૫૨૭ રૂપિયા જેટલી થવા જાય છે. આ આવકમાં છેલ્લા એક વર્ષમાં અંદાજે ૧૭ ટકાનો વધારો થવાનો અંદાજ છે. એનાથી એવું માનવાને કોઇ કારણ નથી કે દરેક વ્યક્તિની આવકમાં ૧૭ ટકાનો વધારો થયો છે.

No comments:

Post a Comment