August 20, 2011

દેશભક્તિના માહોલમાં અન્ના હજારેએ અનેક લોકોની ચેતના જગાવી છે. અન્ના હજારેને લોકો સપોર્ટ કરે છે કારણ કે લોકો મોંઘવારી, ભાવવધારો, ત્રાસવાદ જેવી સમસ્યાઓથી કંટાળી ગયા છે. એક પ્રકારે માસ ડિપ્રેશન જેવો માહોલ ઊભો થયો છે. લોકો આ જાહેર લૂંટથી કંટાળી ગયા છે અને અન્ના આ લોકોનો અવાજ બન્યા છે. આની પાછળનું પણ મૂળ કારણ એ છે કે લોકો સતત એક પ્રકારના અભાવથી પીડાય છે. એ અભાવ તેમના મનમાં સવાલ પેદા કરે છે. આપણું અર્થતંત્ર ભલે ગમે તેટલું સ્થિર હોય પણ તેમાં હું ક્યાં છું? વિકાસની વાતો આપણે સતત કરીએ છીએ, પણ શું આ વિકાસના ફળ ગરીબો સુધી પહોંચે છે ખરા? મુકત અર્થતંત્રને કારણે ગરીબોને ફાયદો જ થાય એ થિયરી સાચી નથી. વિકાસની પ્રક્રિયામાં ગરીબો ભાગીદાર બનતા નથી પણ અમીરોની વધતી અમીરીને ખુલ્લી આંખે જોઇ રહે છે. અત્યાર સુધી એ માત્ર જોતા જ હતા પણ હવે તેઓ વિચારતા થયા છે કે આનો લાભ મને કેમ નથી મળતો?

No comments:

Post a Comment