August 20, 2011

નાગરિકોનો લોભ આવાં કૌભાંડોમાં મહત્વનો ભાગ ભજવે છે તે વાત સાચી. પરંતુ આવા ઠગાઇના ધંધા કાયદાના શાસન હેઠળ અને ક્યારેક સત્તાવાળાની મીઠી નજરથી ચાલે છે તે ભૂલી જવા જેવું નથી. આવી છેતરપિંડી રોકવી તે રાજ્યની પણ જવાબદારી બને છે. ખેર, રાજ્ય જે કરે તે. નાગરિક સમાજ શું કરી શકે?

૧. પાકી પહોંચ લીધા વિના પૈસા ન આપવા. બને તો તમામ વ્યવહાર ચેકથી કરવો. નોંધાયેલી સંસ્થામાં મૂકેલી એક લાખ સુધીની રકમ વીમાથી રક્ષાયેલી છે.

૨. બજારમાં પ્રવર્તમાન અને સરકાર દ્વારા પ્રમાણિત વ્યાજ દરથી (૧૦ થી ૧૨ ટકા) કોઇ ડિપોઝિટ પર વધારે વ્યાજ આપવાની વાત કરે તો ન માનવી.

૩. બજારમાં પ્રવર્તમાન કે સરકાર માન્ય ધિરાણદર (૧૦-૧પ ટકા) કરતાં વધુ દરે (૪૦ થી ૬૦ ટકા) ધિરાણ કરે તો તરત જ પોલીસના આર્થિક ગુના સેલમાં ફરિયાદ કરવી.

૪. જેને ત્યાં પૈસા મૂકો તેની પાસે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું આ પ્રકારનો ધંધો કરવા માટેનું લાઇસન્સ છે કે કેમ તે ચકાસવું.

૫. કોઇપણ દસ્તાવેજ પૂરો વાંચ્યા અને સમજ્યા વિના સહી ન કરવી.

૬. એક કા તીન કોઇ દિવસ થતા નથી. આવી વાત કરનારાની જાણ પોલીસને કરવી.

૭. જિંદગીમાં પૈસા કરતાં સ્વાસ્થ્ય અને કૌટુંબિક જીવન વધુ મહત્વનાં છે. એક કા તીનમાં એકસાથે બધું જ ખોવાનો વખત આવે છે.

યાદ રાખો, અમેરિકાની કટોકટી આવાં જ કારણોસર જન્મી હતી.

No comments:

Post a Comment