August 20, 2011

એક ગામમાં મનુ નામની વ્યક્તિ રહેતી હતી. એના પરિવારમાં પતિ-પત્ની અને ક્રોધી દીકરો રાહુલ હતો. એક દિવસ તેના પિતાએ તેને ખીલાથી ભરેલો એક થેલો આપ્યો અને કહ્યું કે, હવે જ્યારે ગુસ્સો આવે ત્યારે આંગણામાં બનાવેલ વાડામાં એક ખીલો દાટી દે. જેમ જેમ દિવસ પસાર થતા ગયા તેમ તેમ વાડામાં ખીલા દાટવાની સંખ્યા ઘટતી ગઇ. આમ ક્રોધી રાહુલ ગુસ્સાને કાબૂમાં રાખતાં શીખી ગયો.

પછી પિતા મનુએ કહ્યું, જે દિવસે તેં તારા ગુસ્સાને કાબૂમાં રાખ્યો હોય, એ દિવસે એક ખીલો તારે વાડામાંથી કાઢી લેવો. છેવટે એક દિવસ એવો આવ્યો કે, રાહુલ વાડામાંથી બધા જ ખીલાને કાઢવામાં સફળ રહ્યો. તેણે ઉત્સાહપૂર્વક ગુસ્સા પર મેળવેલા વિજયની વાત પિતાને કરી. એ દિવસે પિતાએ રાહુલનો હાથ પકડી તેને વાડ પાસે લઇ જઇ કહ્યું,‘તું આ વાડામાં પડેલાં છિદ્રોને જો. હવે તે પહેલાં જેવો નથી રહ્યો. જ્યારે તું ગુસ્સામાં કંઇક કહે છે ત્યારે આસપાસના લોકોમાં પણ આવા જ નિશાન પડી જાય છે.’

No comments:

Post a Comment