August 20, 2011

દીકરીને માની વાતોમાં રસ પડવા લાગ્યો. મા એને પોતાના બાળપણની વાતો કરવા લાગી. દીકરીને પહેલીવાર ધ્યાનથી સાંભળતી જોઇને માને પણ જૂના સમયની વાતો વાગોળવાની ઇચ્છા જાગી. એ પોતાના બાળપણની જાતભાતની રમતો વિશે વાત કરવા લાગી. ઝાડની બખોલમાં છુપાઇ જવું, કાલ્પનિક રીતે ઘર-ઘર રમવું, આખો દિવસ ઘરમાં જ દીવાનખંડમાં બેસી રહેવું નહીં, પણ શેરીમાં બહેનપણીઓની સાથે હરતાફરતા રહેવું.

No comments:

Post a Comment