August 18, 2011

મંત્રીઓ બેફામ નિવેદનો ઠપકાર્યે રાખે છે, પણ મનમોહન હૈ કિ માનતા નહિ! તેમના પેટનું પાણી હલતું નથી. સ્થિતિ એવી થઇ છે કે દેશના લોકોએ તેમને બેસાડવા બદલ દિલગીરી વ્યક્ત કરવી પડે એમ છે.

જે અર્થશાસ્ત્રી મોંઘવારીને કે ભાવને કાબૂમાં ન રાખી શકે તેને સફળ કઇ રીતે કહી શકાય? ભારતભરની જનતાને તો એવી વ્યક્તિ જોઇએ છે જે તેનો રોજનો ખર્ચ ઘટાડી શકે. આવકની સામે જાવકને બ્રેક મારી શકે. આ વડાપ્રધાન ખોંખારો ખાઇને મંત્રીઓના નિવેદન પર પણ બ્રેક નથી મારી શકતા.

નાણાંમંત્રી પ્રણવદાની નીતિઓ કંઇક એવી છે કે જેનાથી વડાપ્રધાન સતત મુશ્કેલીમાં મૂકાય છે પણ કોન્ગ્રેસ પ્રમુખની સત્તા પાસે સૌ કોન્ગ્રેસીઓ લાચાર છે અને વડાપ્રધાન પણ.

એક જોક એસએમએસ સ્વરૂપે વહેતી થઇ છે : વડાપ્રધાન ડૉ.. મનમોહનસિંઘ ડેન્ટલ ક્લિનિકમાં જાય છે. તેમનું રૂટિન ચેક-અપ કરનાર ડોક્ટર તેમને કટાક્ષમાં કહે છે કે સર, એટલિસ્ટ મારી ક્લિનિકમાં તો મોં ખોલો!

વિશ્વના શ્રેષ્ઠ અર્થશાસ્ત્રી તરીકેની નામના મેળવનારા વડાપ્રધાન ડૉ.. મનમોહનસિંઘની બીજી ટર્મ તેમની તમામ વિશ્વસનીયતાને તાણી ગઇ છે. મનમોહનસિંઘનું ભેદી મૌન સવાસો કરોડ લોકોને અકળાવી રહ્યું છે. કૌભાંડોના ઢગલા ખડકાયા છે છતાં મનમોહન મૌન ધારણ કરીને બેઠા છે. ખુદ કોન્ગ્રેસમાંય એનો ધૂંધવાટ છે. ચિદ્મ્બરમ જેવા મંત્રીએ કહેવું પડ્યું કે વડાપ્રધાને લોકો સાથે વાત કરવી જોઇએ.

ડોક્ટર મનમોહનસિંઘ અને પ્રોફેસર મનમોહનસિંઘની છાપ અત્યંત ઉજળી હતી. વડાપ્રધાનપદે બેઠા પછી અને ખાસ કરીને બીજી ટર્મમાં તેમણે પોતાની ઇમેજ બગડવા દીધી છે. અનેક કૌભાંડોની વચ્ચે મનમોહન સતત ચૂપ રહ્યા. અરે, મુંબઇના આદર્શ સોસાયટી કૌભાંડમાં સંડોવાયેલા મુખ્યમંત્રી અશોક ચવ્હાણે રાજીનામું આપ્યું પછી હવે ખબર પડે છે કે આદર્શ સોસાયટીના ઘણા બધાં ડોક્યુમેન્ટ્સ ગુમ છે. વડાપ્રધાન ચૂપ છે. રામદેવ બાબાના અનશન સ્થળ રામલીલા મેદાન પર પોલીસ બર્બરતા આચરે છે.

વડાપ્રધાન દિલગીરી વ્યક્ત કરે છે. મંત્રીઓ બેફામ નિવેદનો ઠપકાર્યે રાખે છે, પણ મનમોહન હૈ કિ માનતા નહિ! તેમના પેટનું પાણી હલતું નથી. સ્થિતિ એવી થઇ છે કે દેશના લોકોએ તેમને બેસાડવા બદલ દિલગીરી વ્યક્ત કરવી પડે એમ છે. એક જોક એસએમએસ સ્વરૂપે વહેતી થઇ છે : વડાપ્રધાન ડૉ.. મનમોહનસિંઘ ડેન્ટલ ક્લિનિકમાં જાય છે. તેમનું રૂટિન ચેક-અપ કરનાર ડોક્ટર તેમને કટાક્ષમાં કહે છે કે સર, એટલિસ્ટ મારી ક્લિનિકમાં તો મોં ખોલો!

ચાંદની ચોકમાંથી એકવાર ચૂંટણી લડીને હારી ગયેલા મનમોહનસિંઘે તેમના મિત્ર ખુશવંતસિંઘ પાસેથી ચૂંટણી લડવા ઉધાર પૈસા લીધા હતા. એ પૈસા પછીથી મિત્ર ખુશવંતને પરત કરી દીધા હતા. મનમોહનસિંઘની આ પ્રામાણિકતા માટે દેશને માન છે પણ તમામ લોકોને ખિસ્સાં ભરવા દે અને દેશ લૂંટાતો હોય ત્યારે પણ ‘હું તો પ્રામાણિક છું ને?’ એવું કહેનારા મનમોહન શું કરવું? કહેવાય છે કે મનમોહનસિંઘ ૧૮ કલાક કામ કરે છે. તેમની વ્યક્તિગત નિષ્ઠા શંકાથી પર છે. છતાં એ એવી સરકારના સરદાર છે જે અત્યાર સુધીની સૌથી ભ્રષ્ટ સરકાર ગણાય છે.

તેમની પ્રામાણિકતાની છાપ હેઠળ કોન્ગ્રેસી અને અન્ય પક્ષના મંત્રીઓએ સાત પેઢીનું ભેગું કરી નાખ્યું. કોઇ કંપનીમાં કામ કરતો કર્મચારી માત્ર પ્રામાણિક હોવાના ગુણ પર ટકી શકે ખરો? સવાલ પ્રામાણિકતા અને પરફોર્મન્સનો છે. પ્રામાણિકતા એ અનિવાર્ય માનવીય ગુણ છે. પરફોર્મ કરવું એ પ્રોફેશનલ અનિવાર્યતા છે. જે અર્થશાસ્ત્રી મોંઘવારીને કે ભાવને કાબૂમાં ન રાખી શકે તેને સફળ કઇ રીતે કહી શકાય? ભારતભરની જનતાને તો એવી વ્યક્તિ જોઇએ છે જે તેનો રોજનો ખર્ચ ઘટાડી શકે. આવકની સામે જાવકને બ્રેક મારી શકે. આ વડાપ્રધાન ખોંખારો ખાઇને મંત્રીઓના નિવેદન પર પણ બ્રેક નથી મારી શકતા.

કેબિનેટમાં નંબર ટુનું સ્થાન ભોગવતા અને અધિકૃત રીતે કોન્ગ્રેસમાં સૌથી સિનિયર નેતા પ્રણવ મુખરજીની વડાપ્રધાન બનવાની મહત્વાકાંક્ષા એક નવો પડકાર છે મનમોહન માટે. પ્રજા રીતસર ઉશ્કેરાય એ રીતે પ્રણવ બાબુ ધમકીની ભાષામાં કહી દે છે કે ભાવ તો નહીં જ ઘટે. પેટ્રોલના ભાવ તો હજી પણ વધશે. નાણાંમંત્રી પ્રણવદાની નીતિઓ કંઇક એવી છે કે જેનાથી વડાપ્રધાન સતત મુશ્કેલીમાં મૂકાય છે પણ કોન્ગ્રેસ પ્રમુખની સત્તા પાસે સૌ કોન્ગ્રેસીઓ લાચાર છે અને વડાપ્રધાન પણ. પ્રણવદાની ઓફિસમાં જાસૂસીનો મામલો બહાર આવ્યો તેને પણ વડાપ્રધાને ટાઢે પાણીએ ધોઇ નાખ્યો. જાણે કશું થયું જ નથી. કોન્ગ્રેસના આંતરિક રાજકારણને લીધે પણ મનમોહનની ઇમેજ બગડી છે એમાં કોઇ શંકા નથી.

ઇમેજ સુધારણાના ભાગરૂપે વડાપ્રધાને વડેરા તંત્રીઓને મળવાનું શરૂ કર્યું છે પણ તેનાથી ફાયદા કરતાં નુકસાન વધુ દેખાય છે. હકીકત એ છે કે મનમોહનની વિશ્વસનીયતાને જ અત્યાર સુધી લણનારી કોન્ગ્રેસ માટે આ જ વિશ્વસનીયતા ઘાતક સાબિત થઇ શકે છે. કોન્ગ્રેસ માટે દ્રિધાભરી સ્થિતિ થઇ છે - એક તો મનમોહનની વિશ્વસનીયતા તળિયે જઇ રહી છે અને બીજી બાજુ રાહુલ ગાંધીને હજી એ પદ પર બેસાડવા કે કેમ એ વિશે મતભેદ છે. વચગાળાના ભાગરૂપે પ્રણવની મહત્વાકાંક્ષાને સંતોષવી કે કેમ? એ સવાલ પણ મૂંઝવી રહ્યો છે.

રાહુલ ગાંધી જો ઉત્તરપ્રદેશમાં પાસું પલ્ટી શકે તો કંઇક વાત બને પણ યુપીએની આ મુદત ૨૦૧૪માં પૂરી થવાની છે ત્યાં સુધી મનમોહન વિના કોન્ગ્રેસનો ઉદ્ધાર નથી. ભૂતપૂર્વ વડાપ્રધાન નરસિંહ રાવ વિશે એવું કહેવાતું કે તેઓ લાંબા સમય સુધી કોઇ નિર્ણય ન લેતા. એના જવાબમાં નરસિંહ રાવ એવું કહેતા કે નિર્ણય ન લેવો એ પણ એક નિર્ણય જ હોય છે. મનમોહન પણ કદાચ આવું જ કોઇ મૌનીવાક્ય કહેશે: મારું મૌન ઘણું બોલકું હોય છે! મારા મૌનથી સવાસો કરોડના મોં ખૂલી જાય છે! ખુલ્લા રહી જાય છે!‘

No comments:

Post a Comment