August 20, 2011

એક વેચાણવેરા અધિકારી પાસે અમે માત્ર સો ગ્રામ ભજિયાં કે પચાસ ગ્રામ ખારી બિસ્કિટનું પડીકું આપીને અમારો કેસ પતાવી શકતા. અરે, કેટલીકવાર તો માત્ર ને માત્ર બે-ત્રણ શ્રીફળ, બૂટ પોલિશની ડબ્બી અને બૂટની બે જોડ દોરીમાં અમારું કામ કઢાવી લેતા.

સ્વર્ગસ્થ-કાયમ સ્વર્ગમાં વસનાર ભગવાન ઇન્દ્ર છે. દેવ જેવો દેવ થઇને આ ઇન્દ્ર પોતાનું સિંહાસન જતું ન રહે એ વાસ્તે જાતજાતના ભ્રષ્ટાચાર કરતો. કોઇ ઋષિ આકરું તપ કરીને ઇન્દ્રની ઊંઘ ઉડાડી દે, ઇન્દ્રનું સિંહાસન જતું રહેશે એવી જરાતરા બીક લાગે તો એ ઋષિનો તપોભંગ કરવા તે એકાદ અપ્સરાને પૃથ્વી પર મોકલી આપતો. સ્વર્ગમાં લગભગ સાડા ત્રણ કરોડ અપ્સરાઓ વસતી.

ટૂંકમાં એ જમાનામાં તેમજ હું સેલ્સ-ટેક્સની પ્રેક્ટિસ કરતો હતો ત્યાં સુધી ભ્રષ્ટાચારમાંય સસ્તાઇ હતી. કદાચ આ જ કારણે આવો પાનપટ્ટી, ચા-પાણી કે નાસ્તા જેટલો, ખીચડીમાં મીઠા જેટલો જ ભ્રષ્ટાચાર હોવાને કારણે તેને દૂર કરવા માટે અણ્ણા હજારે જેવા અતિ ભલા માણસ પાસે આમરણાંત ઉપવાસ કરાવવાની જરૂર નહોતી પડતી. થોડાક રૂપિયા માટે થઇને કોઇ સજ્જને શા માટે ખાધા-પીધા વગર મરી જવું પડે!

પારકી પંચાત કોને કહેવાય? એવું મને પૂછ્યા પછી ગીધુકાકા એનો જવાબ આપતાં બોલ્યા: ‘પોતાના દેશમાં શું ચાલી રહ્યું છે એની ચિંતા કરવાને બદલે અમેરિકા કહે છે કે ભારતમાં આજકાલ જે ભ્રષ્ટાચાર ફૂલ્યો-ફાલ્યો છે એને કારણે પચાસ ટકા ભારતીયો હતાશ થઇ ગયા છે. અમેરિકાની પબ્લિક ઓપિનિયન એજન્સીએ તાજેતરમાં પ્રગટ કરેલ નવા સર્વેક્ષણ પ્રમાણે દેશમાં ભ્રષ્ટાચારની સમસ્યા બિલકુલ વકરી ગઇ છે અને આ કારણે ભારતની અડધો અડધ પ્રજા ત્રાસીને હતાશ થઇ ગઇ છે.’જોકે હકારાત્મક રીતે જોવા જઇએ બાકીની પચાસ ટકા પ્રજાને ભ્રષ્ટાચાર સામે ખાસ કોઇ ગંભીર ફરિયાદ નથી.

એ લોકો લેતી-દેતીને એક વ્યવહાર ગણી ચાલે છે, એનો અર્થ એવો નથી કે માત્ર ને માત્ર અણ્ણા હજારેને જ ભ્રષ્ટાચારની ખબર છે. અને-અને અમેરિકા તો ભારત પાસે બેબી અમૂલ છે. એની ઉંમર કેટલી? માંડ પાંચસોથી સાડા પાંચસો વરસની. એના કરતાં તો અમારું અમદાવાદ ઉંમરમાં મોટું, તે છસો વર્ષનું છે ને ભારતની ઉંમર તો હજારો હજારો વર્ષની છે. તેની પાસે સંસ્કારોનો પુરાણો વારસો છે, એમાં થોડો ભ્રષ્ટાચાર પણ ઘૂસી ગયો હોવાની અમને પાકી જાણ છે.

એટલે તો કોઇ રાજ્યનો મંત્રી ખુરશી મેળવવા કે બચાવવા ભ્રષ્ટાચાર આદરે તો અમે એ ભ્રષ્ટાચાર સામે આંખ આડા કાન કરીએ છીએ. ઉ. ત. જયલલિતા. તેણે આચરેલ ભ્રષ્ટાચારની ખબર હોવા છતાં તેને એ. રાજા જેટલો ભ્રષ્ટાચાર કરવાની તક મળે એ માટે થઇને તેને અમે સંપૂર્ણ બહુમતી આપી-કોઇનો પણ સાથ લીધા વગર એકલે હાથે લૂંટ ચલાવી શકે એ જ અમારી ભાવના છે.

આ ભાવના પાછળ સ્વર્ગસ્થ-કાયમ સ્વર્ગમાં વસનાર ભગવાન ઇન્દ્ર છે. દેવ જેવો દેવ થઇને આ ઇન્દ્ર પોતાનું સિંહાસન જતું ન રહે એ વાસ્તે જાતજાતના ભ્રષ્ટાચાર કરતો. કોઇ ઋષિ આકરું તપ કરીને ઇન્દ્રની ઊંઘ ઉડાડી દે, ઇન્દ્રનું સિંહાસન જતું રહેશે એવી જરાતરા બીક લાગે તો એ ઋષિનો તપોભંગ કરવા તે એકાદ અપ્સરાને પૃથ્વી પર મોકલી આપતો. સ્વર્ગમાં લગભગ સાડા ત્રણ કરોડ અપ્સરાઓ વસતી.

આ આંકડો અમે આર.ટી.આઇ. રાઇટ ટુ ઇન્ફર્મેશનમાંથી નહીં, પુરાણોમાંથી મેળવેલ છે. આ સાડા ત્રણ કરોડ પૈકી ઉર્વશી, અલંબુષા, તિલોત્તમા, ધૃતાચી, કુંડા, મંજુઘોષા, મેનકા, રંભા અને સુદેષી મુખ્ય છે, એ પછી ૧૦૬૦ નોંધપાત્ર અપ્સરાઓ હતી. (આ બધી વિગત મારા જ્ઞાનના પ્રદર્શન કે કોઇ રસિક વાચકના મોંમાં પાણી લાવી તેને વહેલા વહેલા સ્વર્ગવાસી કરવાની લાલચ આપવા નથી લખી.) એ બધી શાર્પ-શૂટરો હતી એ જમાનાની.

*** *** ***

આમ ભ્રષ્ટાચાર તો એ પછી ધરતી પર રાજા ભોજ, ચાણક્યવાળો ચન્દ્રગુપ્ત, અકબર, અહમદશાહ બાદશાહ, ગાંધીજી અને કવિવર રવીન્દ્રનાથ ટાગોરના સમયમાં હતો. ટાગોરનાં ભાભી કાદમ્બરીએ તદ્દન યુવાનવયે આત્મહત્યા કરી નાખી હતી. તેની લાશનું પોસ્ટમોર્ટમ ન થાય એ માટે રૂપિયા પાંચની લાંચ આપવી પડી હતી. આવા કિસ્સામાં આબરૂદાર પરિવારની પુત્રવધૂના ડેડ બોડીનું પોસ્ટમોર્ટમ નહીં કરાવવાનો ભાવ આજકાલ કેટલા લાખ (કે કરોડ) રૂપિયા ચાલે છે એ જાણવાનું મન છે.

ટૂંકમાં એ જમાનામાં તેમજ હું સેલ્સ-ટેક્સની પ્રેક્ટિસ કરતો હતો ત્યાં સુધી ભ્રષ્ટાચારમાંય સસ્તાઇ હતી. કદાચ આ જ કારણે આવો પાનપટ્ટી, ચા-પાણી કે નાસ્તા જેટલો, ખીચડીમાં મીઠા જેટલો જ ભ્રષ્ટાચાર હોવાને કારણે તેને દૂર કરવા માટે અણ્ણા હજારે જેવા અતિ ભલા માણસ પાસે આમરણાંત ઉપવાસ કરાવવાની જરૂર નહોતી પડતી. થોડાક રૂપિયા માટે થઇને કોઇ સજ્જને શા માટે ખાધા-પીધા વગર મરી જવું પડે!

વેચાણવેરા અધિકારીઓને ન્યાય આપવા ખાતરેય કહેવું જોઇએ કે તે રિઝનેબલ હતા, હજમ થાય એટલું જ ખાતા. આથી એક વેચાણવેરા અધિકારી પાસે અમે માત્ર સો ગ્રામ ભજિયાં કે પચાસ ગ્રામ ખારી બિસ્કિટનું પડીકું આપીને અમારો કેસ પતાવી શકતા. અરે, કેટલીકવાર તો માત્ર ને માત્ર બે-ત્રણ શ્રીફળ, બૂટ પોલિશની ડબ્બી અને બૂટની બે જોડ દોરીમાં અમારું કામ કઢાવી લેતા. જોકે એની બાજુની કેબિનમાં બેસતો બીજો ઓફિસર એના પર બીજાના ભાવ બગાડવા બદલ ગુસ્સે થઇ તેને વારંવાર ઠપકો આપતો.

તો અન્ય એક અધિકારીને અમારા અસીલે પચાસ રૂપિયા આપ્યા તો એ સિદ્ધાંતવાદી અધિકારીએ પચ્ચીસ પાછા આપતાં કહ્યું: ‘હું આનાથી વધારે નથી લેતો.’ અમે આનું કારણ પૂછતાં તેણે નિખાલસતાપૂર્વક જણાવ્યું કે આપણે મોટી રકમની માગણી કરીએ તો કોઇ છટકામાં પકડાવી દે. જ્યારે પચ્ચીસ રૂપિયા ઓફિસરને આપતાં કોઇની આંતરડી ના કકળે. બોલો, મારું લોજિક ખોટું છે? એ પણ ખરું કે અમારા વખતમાં વેચાણવેરા અધિકારીઓ ઇશ્વર તેમજ એન્ટિકરપ્શન બ્રાન્ચથી, ઇશ્વરથી ઓછા, એન્ટિકરપ્શનવાળાઓથી વધારે ડરી ડરીને ચાલતા.

એક સેલ્સટેક્સ ઓફિસર તો કેસ શરૂ કરતા પહેલાં જ અમને સૂચના આપી દેતો કે ટેબલનું ખાનું ખુલ્લું છે, ઉપરવાળાના નામ પર જે કંઇ રૂપિયા મૂકવા હોય એ મૂકી દેજો, હું ટોઇલેટ જઇને આવું છું, કેસ બાબત ફિકર-ચિંતા ના કરશો, શું સમજ્યા? ને મારો વેપારી મંદિરમાં રૂપિયા મૂકતો હોય એટલી શ્રદ્ધાથી ટેબલના એ ઉઘાડા ખાનામાં રૂપિયા સરકાવી દેતો ને કેસ પતી પણ જતો. એ અધિકારીઓની ઓનેસ્ટી બિયોન્ડ ડાઉટ, એકવાર લાંચ લીધા પછી પ્રામાણિકતાથી કેસ પૂરો કરી આપે, ને એમાં ઓડિટ પણ ન આવે.

એક ઉપલા અધિકારી લાંચ લેતા નહીં કે કેસ સરખી રીતે પૂરો કરતા નહીં ને પોતાની ઓનેસ્ટી બાબત જાહેરમાં ગર્વ કરતાં છતાં દિવાળીના અઠવાડિયા પહેલાં અમને શોધી, બોલાવી કહેતા: ‘તમારી શુભેચ્છાઓના પ્રતીક રૂપે આ દિવાળી પર મને મીઠાઇ ન મોકલશો, એના વિકલ્પે એક કિલો સૂકા મેવાનું બોક્સ પહોંચાડજો.’ બસ, આ મજા હતી, અણ્ણા હજારેની જરૂર નહોતી પડતી.

No comments:

Post a Comment