June 16, 2011


સાજા-સારાં હોવું એ પણ માનવીની કેટલી મોટી સંપત છે! આપણે રોજ સવારે ઊઠીએ છીએ, આંખ ઉઘાડતાં જ કેટકેટલું જોઈએ છીએ! કાન તો જાગૃત અવસ્થામાં હોઈએ તે બધા જ કલાક સાંભળતા રહે છે. કદી એ આંખ-કાનની અનુપમ ભેટનું મૂલ્ય આપણે કર્યું છે?

‘ભાઈની નાની આંખ એ તો જોવે ઝીણું ઝીણું એ તે કેવી અજબ જેવી વાત છે!...’ બાળમંદિરમાં હતાં ત્યારે આ બાળગીત શીખતાં અને ગાતાં. ત્યારે થતું એમાં શું અજબ જેવી વાત છે! પરંતુ ખરેખર એ કેટલી અજબ જેવી વાત છે એનો અનુભવ તો એકાદ દિવસ માટે પણ આપણાં આ અંગ ખોટકાય ત્યારે ખબર પડે છે.

No comments:

Post a Comment