June 16, 2011


એ માણસોનું શું જે ધોખાબાજી કરીને શેરબજારમાં લાખો રૂપિયા કમાયા છે? એના મનમાં તો સમાજ માટે કશુંક કરવાની સહેજ પણ ખેવના નથી. 

આવા ઘણા લોકો છે આપણી આસપાસ. બની શકે કે કોઇ વ્યક્તિ થોડો સમય માટે સફળ થયેલી દેખાય, પણ છળકપટથી મેળવેલું ધન મોટે ભાગે સમય આવતાં સફાચટ થઇ જાય છે. વળી, આપણે કોઇ બીજાને લૂંટીએ ત્યારે ખુદને જ લૂંટતા હોઇએ છીએ. જે ઊણપ અને મર્યાદાથી આપણે વ્યવહાર કરીએ છે, તે કોઈને કોઈ રીતે આપણા સ્વભાવનો જ પરિચય આપે છે. આપણે જે વિચારીએ છીએ, જેમાં વિશ્વાસ કરીએ છીએ એ જ થાય છે.

માનસિક શાંતિ વગરની સફળતા શી કામની. એવી સંપત્તિનો શું ફાયદો. જેને લીધે માણસ રાત્રે શાંતિથી સૂઇ ન શકે અથવા અપરાધીભાવથી પીડાતો રહે? હું એક અપરાધીને મળ્યો હતો. એણે મને પોતાનાં કારનામાં સંભળાવ્યાં. એણે અઢળક સંપત્તિ ભેગી કરી હતી અને એશો-આરામથી રહેતો હતો. ઉનાળામાં રહેવા માટે હિલ સ્ટેશન પર પણ એક વૈભવી ઘર ખરીદી રાખ્યું હતું. 

આ વૈભવ એને આરામ આપી શકતો નહીં. એને સતત ડર લાગતો કે ગમે તે સમયે પોલીસ આવશે અને એની ધરપકડ કરી લેશે. સતત ડર અને ગિલ્ટને લીધે એને ઘણી તકલીફ થતી હતી. એ જાણતો હતો કે એણે ખોટું કામ કર્યું છે. પાછળથી મેં સાંભળ્યું કે એણે ખુદને પોલીસને હવાલે કરી દીધો અને જેલની સજા કાપી. જેલમાંથી છૂટયા બાદ મનોચિકિત્સક સારવાર લીઘી, આઘ્યાત્મિકતા તરફ વળ્યો અને એના જીવનની કાયાપલટ થઇ ગઇ. એ નોકરી કરવા લાગ્યો અને કાયદાનું પાલન કરનારો પ્રામાણિક નાગરિક બની ગયો. હવે એણે જીવનમાં પહેલીવાર ખુશીનો અનુભવ કર્યો. 

સફળતાના આ ત્રણ સિદ્ધાંતો વિશે વિચાર કરતી વખતે તમારે તમારા સુષુપ્ત મનની રચનાત્મક શક્તિઓને ક્યારેય ન ભૂલવી જોઇએ. વિચાર સાથે સાચી ભાવના ઉમેરાય તો તે આસ્થા કે વિશ્વાસ બની જાય છે. ...અને તમારી આસ્થાને અનુરૂપ ફળ તમને વહેલુંમોડું મળશે જ.

No comments:

Post a Comment