June 15, 2011

આંધળો વિશ્વાસ


આજકાલ લોકોમાં આંધળો વિશ્વાસ જોવા મળે છે કેમ કે તેમને લાલચ છે વધારે પૈસા કમાવાની અને બીજાને આપવાની (ગુમાવવાની). આંકડાઓ તો ખબર જ નથી પડતી જેમ કે ૧૦૦૦ કરોડ, ૫૦૦ કરોડ, ૧૦૦ કરોડ. તેમ છતાં માણસો તો વધારે ને વધારે પૈસા આપે જ છે. મને યાદ છે એક વ્યક્તિ કે જે પપ્પાની સાથે બેંકમાં જોબ કરતા હતા. તેમને નિવૃત થવાને ૩ વર્ષની વાર હતી ને વીઆરએસ લઇ લીધું. 

પછી શું કરે?  બધા જ પૈસા શેરબજારમાં રોકી દીધા. મારા પપ્પાએ ના પડી હતી કે તમે આટલા બધા પૈસા નાં રોકો. આ તમારી મરણ મૂડી છે. પરંતુ એમને માથા ઉપર ભૂત સવાર હતું કે મને જો પૈસા બે ગણા થઇ જશે તો મારી ત્રણેય દીકરીઓના લગ્ન થઇ જશે. અને એ જ વખતે  શેરબજાર તૂટી ગયું. બધા જ પૈસા ડૂબી ગયા. 

રાત્રે ઘરે આવ્યા અને કહ્યું કે સાહેબ હવે શું કરું? મારા પપ્પા એ કહ્યું કે જયારે માણસ કામ કરતો હોય છે ત્યારે એ વિચાર કરતો નથી. અને જયારે વિચારે છે ત્યારે એનું પરિણામ શું આવશે તેના વિષે વિચાર કરતો નથી. 

આ કેસ ઉપરથી ધ્યાન રાખવું કે તમારી બચતમૂડી ક્યારેય કોઈ જગ્યાએ રોકવી નહિ. તમારા પરિવારનું એક બજેટ હોવું જોઈએ જેનાથી તમારી જિંદગી સરસ જાય અને પરિવાર સાથે આનંદથી રહી શકો.

No comments:

Post a Comment