- ચીનના આર્થિક વિકાસ પર ટૂંક સમયમાં બ્રેક લાગવાની છે
- વિશ્વ બેન્કે પોતાના તાજા રિપોર્ટમાં કહ્યું છે કે આવનારા દિવસોમાં ચીનના આર્થિક વૃદ્ધિ દરમાં ઘટાડો આવી શકે છે
- આ વર્ષે ચીનનો આર્થિક વૃદ્ધિ દર 9.3 ટકા છે, જ્યારે આવતા વર્ષે 8.7 ટકા રહેવાની ધારણા છે
અત્યાર સુધી દુનિયાભરમાં ચીનની ચર્ચા તેના આર્થિક વિકાસને લઇને થતી હતી, પરંતુ હવે કહેવામાં આવી રહ્યું છે કે ત્યાંના આર્થિક વિકાસ પર ટૂંક સમયમાં બ્રેક લાગવાની છે. જો કે વાત એમ છે કે વિશ્વ બેન્કે પોતાના તાજા રિપોર્ટમાં કહ્યું છે કે આવનારા દિવસોમાં ચીનના આર્થિક વૃદ્ધિ દરમાં ઘટાડો આવી શકે છે. બેન્કના અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે આ વર્ષે ચીનનો આર્થિક વૃદ્ધિ દર 9.3 ટકા છે, જ્યારે આવતા વર્ષે 8.7 ટકા રહેવાની ધારણા છે.
તમને બતાવી દઇએ કે ચીન હાલ જબરદસ્ત મોંઘવારીના ચક્કરમાં ફસાયું છે અને ફુગાવા પર કાબૂ મેળવવા માટે ત્યાંની કેન્દ્રીય બેન્કે ઓક્ટોબરથી લઇને અત્યાર સુધીમાં ચાર વખત વ્યાજ દરોમાં વધારો કર્યો છે. સાથો સાથ બેન્કો માટે આરક્ષિત રેશિયોને આ દરમ્યાન આઠ વખત વધારવામાં આવ્યો છે. કેટલીક બેન્કો માટે રેકોર્ડ વધારીને 21 ટકા કરી દેવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે તેની ખરાબ અસર ત્યાંના આર્થિક વિકાસ પર ચોક્કસ પડવાનું નક્કી છે
No comments:
Post a Comment