ધર્મના મુખ્ય બે અર્થ છે. એક છે સંસ્કૃતિ જેનો સંબંધ બહારથી છે. બીજુ છે આધ્યત્મ, જેનો સંબંધ અંદરથી છે. ધર્મનું તત્વ અંદર છે, મત બહાર છે. તત્વ અને મત બંનેનું જોડ ધર્મ છે. તત્વના આધાર પર મતનું નિર્ધારણ થાય છે તો, ધર્માની સાચી દિશા હોય છે. મતના આધારે તત્વનું નિર્ધારણ થાય તો વાત કુરૂપ થઈ જાય છે.
એક સંત હતો. અંદરની ગુફામાં જઈને ધર્મના તત્વ આધ્યાત્મને જાણતો હતો. પછી તે ચાલ્યો જાય છે. પછી મત બચેલ રહે છે. તેના આધારે એક સંસ્કૃતિ વિકસીત થાય છે. સંસ્કૃતિના ફૂલ ખીલે છે. કાળ ક્રમમાં સંસ્કૃતિ મુખ્ય થઈ જાય છે. આધ્યાત્મ ગૌણ થઈ જાય છે અને પછી એક સંતને એક જીવીત સંતને આ ધરતી પર આવવું પડે છે. ફરીથી અંગારા સળગાવવાના હોય છે, ફરીથી દીવિ પ્રગટાવવાનો હોય છે.
જે દિવો ક્યારેક પ્રગટ્યો હતો, તેના આધારે જે ગીત રહી ગયાં હતાં, તે જુના થઈ જાય છે. ફરીથી એક નવો દીપક સળગે છે. નવો પ્રકાશ આવે છે. નવું ગીત ફુટે છે. નવી નદી વહે છે. બધુ જ નવું થઈ જાય છે. તો કહીશ કે તમે જાણો કે ના જાણો તમે બધા ધર્મના માર્ગ પર જ છો. કોઈ વ્યક્તિ એવો નથી જે ધર્મના માર્ગે ના ચાલતો હોય.
તે વાત અલગ છે કે તેને આ વિશે ખબર છે કે નહિ? પરંતુ ધર્મનું તત્વ શું છે? ધર્મનું ઉદ્ગમ શું છે? ક્યાં પહોચવાનું છે આપણે? ગંતવ્ય શું છે?
તે વાતને કહેવા માટે જ સંત આ પૃથ્વી પર આવે છે. સ્વામી વિવેકાનંદ પણ આવ્યાં. અને સંત એવું યાદ અપાવવા માટે આવે છે કે તમે કોણ છો? 'અમૃતસ્ય મુત્રા:'. તમે રામ કૃષ્ણના જ સંતાન છો. તમે કબીર અને ગુરૂનાનકના સંતના છો. તમે બુદ્ધ અને મહાવીરના સંતાન છો. તમે કેન ગરીબ, દુ:ખીયારૂ અને દરિદ્ર જેવું જીવન જીવી રહ્યાં છો? કેમ અશાંત છો? કેમ દુ:ખી છો? અમારૂ સ્વરૂપ અમે ભુલી ગયાં છીએ. લગભગ આપણે આપણા વાસ્તવિક સ્વરૂપને ભુલીને આવું જ જીવન જીવીએ છીએ.
આ જીવનની કેટલી ગરીમા છે. આ જીવનની કેટલી ક્ષમતા છે. અનંત આનંદનો ખજાનો જે અમારી અંદર છે. તેની તરફ આપણે પીઠ કરીએ છીએ. મહર્ષિ નારદની જેમ ફરીથી કોઈ સંત આવે છે આપણી વચ્ચે. ક્યારેક બુદ્ધ, ક્યારેક મહાવીર, ક્યારેક ગુરૂનાનક, ક્યારેક મીરા, ક્યારેક દરિયા, ક્યારેક સહજો અને ક્યારેક દયા બનીને આવે છે અને આપણને કહે છે કે ચાલો તે માનસરોવર ચાલો જ્યાંથી તમે આવ્યાં છો.
No comments:
Post a Comment