આજે ગુજરાત એક સ્વર્ણિમ જયંતી મહોત્સવ ઉજવે છે ત્યારે એક બાજુએ આપને ક્યારેક વિચારીએ છીએ કે ગુજરાત ની જનતા એ શું આ મહોત્સવમાં ભાગ લેવો જોઈએ કે નહિ?
જવાબ છે "ના".
૨૭૦ કરોડ રૂપિયા ના ધુમાડા પછી જો માત્ર ગુજરાત ની જનતાને ખુશ કરવા માટે જ પ્રોગ્રામ કરવા હોય તું તેને અનાજ આપો. રહેવા માટે મકાન આપો. મોંધવારી દુર કરો. બેકારો ને નોકરી આપો. ત્યારે જ ગુજરાત નો દરકે માણસ પોતાને અને સરકાર ને ભાગ્યશાળી સમજશે. હું ગુજરાત સરકારના પ્રોગ્રામની વિરુદ્ધમાં નથી પરંતુ આજે ગુજરાતમાં ૬ કરોડ ની વસ્તી માંથી ૫૫ લાખ લોકો ભિખારી છે કે જેઓને દિવસમાં ખાવા માટે અનાજ નથી મળતું કે રહેવા માટે મકાન નથી. શા માટે આજે નાની ઉમરના છોકરાઓ આત્મહત્યા કરે છે?
તેને રોકવા માટેના કઈ ઉપાય સરકાર પાસે છે ખરા?
ગુજરાત ના મુખ્યમંત્રીની જવાબદારી શું છે ? દરેક નાગરિકનું કેમ રક્ષણ કરવું? માત્ર પ્રોગ્રામ આયોજિત કરવાથી આ બધું નથી થતું.
માણસ અંદર ને અંદર પીડાય છે. કોઈ બોલતું નથી કેમ ? ભય છે કે મારું જીવન સલામત નથી.
કોણ કરશે આનો ઉપાય? કોણ લાવશે ક્રાંતિ ? હવે તો સરદાર વલ્લભભાઈ પટેલ બનવું જ રહ્યું.
No comments:
Post a Comment