રેસકોર્સ મેદાન ખાતે યોજાયેલા જળશક્તિ મહાસંમેલનમાં ગામે-ગામથી બસો ભરી-ભરીને જંગી મેદની દેખાડવાની તંત્રએ કવાયત કરી હતી. સરકારી કર્મચારીઓ તથા આંગણવાડીની બહેનોને પણ પરાણે આ સંમેલનમાં હાજર રાખવામાં આવી હતી.
જેમના માટે આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો એ મુખ્યમંત્રી મોદી દસ વાગ્યાને બદલે ૧૧:૪૫ મિનિટે આવ્યા. ત્યાં સુધીમાં બધા કંટાળી ગયા હતા.
મુખ્યમંત્રીએ પોતાનું ભાષણ શરૂ કર્યું એ સાથે જ ઉઘરાવીને એકત્ર કરવામાં આવેલ મહિલાઓએ ચાલતી પકડી હતી અને સમારંભનો મહિલા વિભાગ થોડી મિનિટોમાં જ ખાલી થવા લાગ્યો હતો. એકંદરે મુખ્યમંત્રીના પ્રવચનને કોરાણે મૂકી અને મહિલાઓએ વહેલાસર ઘરભેગા થઇ જવામાં પોતાની ભલીવાર માની હતી.
No comments:
Post a Comment