April 22, 2011

ધરતીનું આ સત્ય કદાચ તમે નહીં જાણતા હોવ!

વાયુ, ધૂળ અને તોફાનથી બનેલી પૃથ્વીના વિકાસની શરૂઆત

અંદાજે ૪૬૦ કરોડ વર્ષ પહેલાં. અવકાશમાંથી નીકળેલા વાયુ, ધૂળ અને તોફાનથી ધરતીનો આકાર બનવાની શરૂઆત થઈ હતી. આ તોફાન સાથે આવેલા ઘટ્ટ ખનીજ પદાર્થો જમીનને આકાર આપવા લાગ્યાં. જે હળવા પદાર્થો હતા તે બધા એક થઈને પાતળું પડ બન્યા અને ઉપરના ભાગે એકઠા થયા.

લગભગ ૧૨૦ કરોડ વર્ષ સુધી સતત કુદરતી રીતે ફેરફારો ચાલતા રહ્યા. ત્યારબાદ ધરતી પર જીવનની શરૂઆતના અંશ જોવા મળ્યા. અંદાજે ૩૪૦ કરોડ વર્ષ પહેલાં. લીલા અને ભૂરા રંગનો શેવાળ અને કેટલાક જીવાણું (બેક્ટેરિયા) થવા લાગ્યા. મતલબ કે ધરતી પર જીવ આકાર લેવા લાગ્યો હતો. સમયનું ચક્ર ફરતું ગયું અને લગભગ ૭૦ કરોડ વર્ષ પહેલાં કેટલીક જટિલ રચનાઓવાળા છોડ અને પશુઓ ધરતી પર વિકસવા લાગ્યાં.


આ જીવનના વિસ્તરણનું પ્રથમ પગથિયું હતું. ત્યારબાદ છોડ અને પશુઓની અનેક પ્રજાતિઓ વિકસવા લાગી. તેમાંથી કેટલીય પ્રજાતિઓ ટૂંક સમયમાં ખતમ થવા લાગી. પરંતુ ડાયનાસોર જેવી કેટલીય પ્રજાતિઓ લાખો વર્ષ સુધી ટકી રહી. ધરતીના મહાદ્વીપોની સ્થિતિ પણ પાંચ કરોડ વર્ષ પહેલાં સુધી ઘણી નજીકની કહી શકાય તેવી હતી.

તેની વચ્ચેનું અંતર સમયની સાથે વધતું ગયું. આ પ્રક્રિયા હજુ પણ ચાલુ જ છે. ધરતીની સપાટી પર આ દરમિયાનમાં જ પર્વતો અને પર્વતમાળાઓ આકાર લેવા લાગ્યા. લગભગ ચાર કરોડ વર્ષ પહેલાં હિમાલયે આકાર લેવાની શરૂઆત કરી અને હજુ પણ ચાલુ છે. જળવાયુ અને હવામાનમાં સતત પરિવર્તનો આવતાં રહ્યાં. ક્યારેક હિમયુગ તો ક્યારેક ભીષણ ગરમીનો દોર ચાલતો રહ્યો. ધરતી પર છેલ્લે૨૦ હજાર વર્ષ પહેલાં હિમયુગ આવ્યો હતો.

ધરતીના આવાં જ રસપ્રદ તથ્યો સામે લાવતું ઈન્ફોગ્રાફિકસ.....

ધરતીનું સમયચક્ર ચાર હિસ્સામાં વહેંચાયેલું છે

ધરતીના વિકાસના સમયચક્રની ચાર મુખ્ય અવસ્થા છે.

(૧) પ્રાયમરી (પ્રિક્રૈંબ્રિયન કાળનો પુરો હિસ્સો)

(૨) સેકન્ડરી (ક્રૈંબ્રિયનથી ક્રેટેશિયસ કાળ સુધી)
(૩) ટર્સરી (ત્રીજી અવસ્થા)
(૪) કવાટર્નરી (ચોથી અવસ્થા), જે હાલમાં ચાલુ છે.

૪૬૦ કરોડ વર્ષ અગાઉ જ કેમ?
ધરતીની વયની જાણકારી વિભિન્ન રીતે પથ્થરની તારીખ (કેટલી જુની છે તેની માહિતી મેળવવી) પરથી મેળવાય છે. વિશ્વમાં અત્યાર સુધીનો સૌથી જૂનો પથ્થર ૧૯૯૯માં કેનેડાના ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રમાં અકાસ્ટા નદીની આસપાસના વિસ્તારોમાંથી મળ્યો હતો. આ પથ્થરનું નામ અકાસ્ટાનાઇસ છે તેની વય લગભગ ૪૦૦ કરોડ વર્ષ આંકવામાં આવી છે. સાથે જ ભૂ વિજ્ઞાનીઓ એવું માને છે આ પથ્થરને આકાર મેળવવામાં લગભગ ૫૦થી ૬૦ વર્ષ લાગ્યા હશે. આથી પૃથ્વીની વય ૪૬૦ કરોડ વર્ષની આસપાસની માનવામાં આવે છે.

>>૪૬૦ કરોડ વર્ષ પહેલાંથી ધરતીની વિકાસયાત્રા શરૂ

ક્રૈંબ્રિયનથી પહેલાંનો સમય. ક્રિપ્ટોજોઇક (છુપાયેલું જીવન) પણ કહે છે. ધરતીની વયનો ૯૦ ટકા હિસ્સો આવરી લે છે.

>>૫૭ કરોડ વર્ષ પહેલાંથી જીવનની સૌપ્રથમવાર શરૂઆત

જીવનની શરૂઆત. ટ્રિલોબાઇટ (એક ખાસ જીવ, જે સૌથી વધુ હતો) નો યુગ પણ કહે છે. કૈંબ્રિયા (વેલ્સનું લેટિન નામ)થી મળતું નામ.

>>૫૧ કરોડ વર્ષ પહેલાંથી માત્ર સમુદ્રમાં જીવન હતું

ઉત્તર વેલ્સના ઓડોgવિસેસ (એક જન જાતિ) ક્ષેત્રના પથ્થરોમાં સૌથી પહેલાં નિશાન મળ્યા. તેના આધારે નામ અપાયું.

>>૪૩.૯ કરોડ વર્ષ પહેલાંથી નાયગ્રા ધોધ જેવી ઘટના સર્જાઈ

અમેરિકાના નાયાગ્રા ધોધ જેવી પ્રાકૃતિક ઘટના આ સમયમાં બની. હાલમાં તેલ-ગેસ ભંડાળનો ૯ ટકા સમય આ પથ્થરો સાથે સંલગ્ન છે.

>>૪૦.૯ કરોડ વર્ષ પહેલાંથી માછલીઓની વધુ વસ્તીવાળો કાળ

આને માછલી કાળ પણ કહે છે. કારણ કે તે સૌથી વધુ હતી. આ કાળમાં એક વર્ષમાં ૪૦૦ દિવસ હતા.

>>૩૬.૩ કરોડ વર્ષ પહેલાંથી કોલસાના ભંડાર બનવાની શરૂઆત

કોલસાનો ભંડાર બનવાની પ્રક્રિયા શરૂ થઈ. તેના પરથી તેનું નામ પડ્યું. ૨૦૦ વર્ષથી સમગ્ર વિશ્વ કોલસાનું ખાણ કામ કરી રહ્યું છે.

>>૨૯ કરોડ વર્ષ પહેલાંથી મહાવિનાશની મોટી ઘટના

ધરતીના ઈતિહાસની મહાવિનાશની ત્રીજી સૌથી મોટી ઘટના સર્જાઈ. તેમાં ૯૦ ટકા જીવજંતુઓની પ્રજાતિઓનો નાશ થયો.

>>૨૪.૫ કરોડ વર્ષ પહેલાંથી પહેલીવાર ડાયનાસોર જોવા મળ્યા

ડાઇનોસોર પહેલીવાર નજરે પડ્યા. પછી ગુમ થઈ ગયા. એક ગરોળી એવી હતી કે તેને પાંખ હતી અને તે થોડું ઉડી શકતી હતી.

>>૨૦.૮ કરોડ વર્ષ પહેલાંથી ડાયનાસોરનો વાસ્તવિક સમય

સૌથી મોટું પ્રાણી ડાઇનોસોર હતું. તેના પરથી સ્ટીવન સ્પીલબર્ગે ‘જુરાસિક પાર્ક’ ફિલ્મ બનાવી હતી. તેનાથી તેમને રૂ.૧૧૦૦ કરોડનો ફાયદો થયો હતો.

>>૧૪.૬ કરોડ વર્ષ પહેલાંથી પેટ્રો ઉત્પાદનોના ભંડાર બન્યા

હાલમાં દુનિયાભરમાં ઉપલબ્ધ પેટ્રોલિયમ ઉત્પાદનોના ભંડારનો લગભગ ૫૦ ટકા હિસ્સો આ સમયમાં તૈયાર થયો.

>>૬.૫ કરોડ વર્ષ પહેલાંથી ઘાસની ૮૦ ટકા પ્રજાતિ બની

હાલમાં ધરતી પર ઉપલબ્ધ છોડ અને ઘાસની ૮૦ ટકા પ્રજાતિ આ સમયમાં સામે આવી.

>>૨.૬ કરોડ વર્ષ અગાઉથી આજ સુધી આધુનિક માનવજીવનનો વિકાસ

લગભગ દોઢથી બે લાખ વર્ષ જુના આધુનિક માનવ (આ કાળમાં વિકાસ થયો)ના નિશાન પહેલીવાર આફ્રિકામાંથી મળ્યા.

હું શું કરી શકું છું?

>>વધુમાં વધુ વૃક્ષ લગાવો. વિચારો જો દેશના માત્ર ૪૦-૫૦ કરોડ યુવા જ દર મહિને એક છોડ ઉગાડવાનો નિર્ણય કરે તો દર વર્ષે આશરે ૪૮૦ કરોડ વૃક્ષ ઉગાડી શકાય છે.


>>જરૂર નહીં હોય તો, વીજળીની સ્વિચ બંધ કરો. કમ્પ્યૂટર, ટીવી, ફ્રીઝ જેવા ઉપકરણ પણ ઉપયોગ ન હોવાની સ્થિતિમાં મેઇન સ્વિચથી બંધ રાખો.

>>જુના બલ્બ અને ટ્યૂબલાઇટ્સને બદલે નવા સીએફએલ બલ્બ વાપરો. તેનાથી ઊર્જા અને પૈસાની બચત થાય છે.
>>જે લોકો ગરમ પાણી વધુ વાપરે છે, તેઓ સોલર વોટર હીટરનો ઉપયોગ કરે. તેનાથી પૈસા તો બચશે જ સાથેસાથે ઘણા ટન કોલસાની બચત થશે, જે વિધ્યુત ઉત્પાદનમાં કામ આવશે.

>>સૌર ઊર્જા અને જળ સંરક્ષણ તકનિકોના પ્રયોગની ટેવ પાડવી પડશે.
>>એસયુવી (સ્પોર્ટ યુટિલિટી વ્હીકલ) અને ડીઝલથી ચાલનારી કાર્સની બહુ જરૂર હોય ત્યારે જ ઉપયોગ કરો.
>>ઓફિસ આવવા-જવા માટે કાર પુલ (એક જ માર્ગે જનારાઓની સાથે પરસ્પર સંમતિથી ભાગીદારી)નો ઉપયોગ કરી શકાય છે.
>>કાગળ, પાણી, વીજળી, લાકડાંના ઉપયોગમાં કરકસરને દરરોજની ટેવ બનાવો. દરરોજ વપરાતા સાધન અને ટેકનિક એવી હોય જેનાથી પર્યાવરણનો બચાવ થઇ શકે.

>>પોતાની જરૂરિયાત મુજબ સંસાધનોનો ઉપયોગ કરો, જેથી આગામી પેઢીની જરૂરિયાત મુજબ સંસાધનો બચે.
>>બુદ્ધિજીવી અને વિદ્યાર્થી પોતાની આસપાસ સ્થાપવામાં આવી રહેલા ઊર્જા અને જળ પ્લાન્ટ્સ પર નજર રાખી શકે છે. ક્યાંક ગેરરીતિ જણાય તો આરટીઆઇનો ઉપયોગ કરી શકે છે.

>>નિવૃત્ત લોકો જળ, જંગલ, જમીન માટે કરવામાં આવી રહેલાં લોકઆંદોલનોને પોતાનો સમય અને ઊર્જા આપી શકે છે.
>> વકીલ પર્યાવરણ સંબંધિત વિષયો સાથે જોડાયેલા ઓછામાં ઓછા ૧૦ ટકા કેસ ફી લીધા વગર લડી શકે છે
.>>વેપારી અને ઉદ્યોગપતિ પોતાની આવકનો એક ભાગ પર્યાવરણ સંબંધિત અભિયાનોમાં લગાવી શકે છે.

No comments:

Post a Comment