April 21, 2011

વૈશ્વિક મંદીમાંથી 65 ટકા બેન્કો બહાર આવી

વૈશ્વિક આર્થિક મંદી પછી હવે દુનિયાના બે ત્રત્યાંસ પ્રમુખ બેન્કોનો કારાબોર મંદી અગાઉના સામાન્ય સ્તરે પહોંચી ગયો છે.

ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ (આઈઆઈએફ)માટે અર્નેસ્ટ એન્ડ યંગ દ્વારા 62 વૈશ્વિક બેન્કો ઉપર કરવામાં આવેલા આ સર્વેક્ષણમાં 65 ટકા બેન્કોએ કહ્યું કે તેમનું કામકાજ સામાન્ય સ્તરે પહોંચી ગયું છે. અને 32 ટકા બેન્કોનું કહેવું છે કે કારોબારમાં સુધારો થઈ રહ્યો છે. ત્યાંજ માત્ર ત્રણ ટકા બેન્કોએ કહ્યું કે તેઓ અત્યારે પણ સંઘર્ષની સ્થિતિમાં છે.

- સર્વેક્ષણમાં 50 ટકા બેન્કોએ કહ્યું કે આર્થિક સંકટની તેમની ઉપર ગંભિર અસર પડી હતી
- અને 32 ટકાએ કહ્યું કે તેમની ઉપર સામાન્ય અસર થઈ હતી
- માત્ર 20 ટકા બેન્કે કહ્યું કે તેમની ઉપર આર્થિક સંકટની ખાસ્સી ઓછી અસર પડી છે
- 33 ટકાથી મોટા ભાગની બેન્કોએ અસ્થિર બજાર ફેક્ટર્સને પોતાની પ્રમુખ ચિંતા જણાવી


ભારતના આઈસીઆઈસીઆઈ બેન્ક ઉપરાંત સિટીગ્રુપ, એચએસબીસી, મોર્ગન સ્ટેનલી, બાર્કલેજ, બેન્ક ઑફ અમેરિકા, ક્રેડિટ સુઇસ, આઈએનજી, રૉયલ બેન્ક ઑફ સ્કૉટલેન્ડ, યૂબીએસ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક, બેન્ક ઑફ ચાઇના અને કેનેડાની પાંચ પ્રમુખ બેન્કો-સ્કોશઇયા બેન્ક, રૉયલ બેન્ક ઑફ કેનેડા, ટોરેન્ટો-ડોમિનિયન બેન્ક, બેન્ક ઑફ મૉન્ટ્રિયલ અને કેનેડિયન એમ્પીરિયલ બેન્ક ઑફ કૉમર્સને પણ આ સર્વેક્ષણમાં શામેલ કરવામાં આવ્યા છે.

સર્વેક્ષણમાં 50 ટકા બેન્કોએ કહ્યું કે આર્થિક સંકટની તેમની ઉપર ગંભિર અસર પડી હતી. અને 32 ટકાએ કહ્યું કે તેમની ઉપર સામાન્ય અસર થઈ હતી. માત્ર 20 ટકા બેન્કે કહ્યું કે તેમની ઉપર આર્થિક સંકટની ખાસ્સી ઓછી અસર પડી છે. મોટા ભાગની બેન્કોએ કહ્યું કે આર્થિક સંકટ હવે ગઈ કાલની વાત છે અને વિશ્વના મોટા ભાગના હિસ્સાથી અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેતો મળી રહ્યાં છે.

ત્યાંજ 33 ટકાથી મોટા ભાગની બેન્કોએ અસ્થિર બજાર ફેક્ટર્સને પોતાની પ્રમુખ ચિંતા જણાવી, સાથે જ તેઓએ કહ્યું કે બજારમાં અસ્થિરતાના માહોલના કારણે વેપાર યોજનાઓ બનાવવી અને નિર્ણય લેવો ખાસ્સો મુશ્કેલ થઈ ગયો છે. બેન્કોનું કહેવુ છે કે જે સમયે આ સર્વેક્ષણ કરવામાં આવ્યો તે સમય સુધી બજારમાં અસ્થિરતા અને ઉતાર-ચઢાવ ખાસ્સો વધી ગયો હતો, કેમ કે આ દરમિયાન મઘ્યપૂર્વમાં રાજકિય સંકટ અને જાપાનમાં ભૂકંપથી ઉભી થયેલી સમસ્યાઓ સામે આવી છે.

No comments:

Post a Comment