August 20, 2010

વ્યવસાય વધારવા ગ્રાહકોને સમજો


અનેક પતિઓ વિચારતા હોય છે કે, જો તેઓ પોતાની સાથે ડ્રાઇવર અને કાર લઈ જાય તો તેમની પત્નીઓ શક્યત: બહાર નહીં જઈ શકે. આ રીતે તેમના શોપિંગમાં ખર્ચ થતા રૂપિયા બચી જશે. શક્ય છે કે, તેમના આ વિચારો એક હદ સુધી સાચા હોય, કારણ એવું સાવ જ નથી કે, દરેક મહિલાઓ પોતાના પતિની પીઠ પાછળ પૈસા ઉડાવતી હોય. મુંબઈ અને બેંગલોર જેવાં મહાનગરોમાં મહિલાઓ મોટા ભાગે બપોરના સમયે વ્યસ્ત ટ્રાફિક વચ્ચે બહાર નીકળવાનું ટાળે છે.

જ્યાં સુધી સાર્વજનિક ટ્રાન્સ્પોટેંશનની વાત છે તો અનેક વખત મોસમ પણ પ્રતિકૂળ ભૂમિકા ભજવે છે. અનેક અગ્રણી બ્રાન્ડ્સે વધુ પડતો ખર્ચ કરનારી પત્નીઓની આ સમસ્યાને સમજી, જે પોતાની સુવિધાની સાથે કોઈ સમજુતી કરવા નથી ઇચ્છતી. આ ઉચ્ચ વર્ગની અને વધુ ખર્ચ કરનારી મહિલાઓને સુવિધા આપવાની બાબતમાં લૂઇ વિટોન જેવી બ્રાન્ડ્સ એ નિશ્વિત કરવા માગે છે કે, ઉચ્ચ વર્ગ મોંઘી બ્રાન્ડ્સ પર ખર્ચ કરવાનું બંધ ન કરી દે. આ જ કારણે ખરીદેલાં કપડાંની અદલા-બદલી અને તેને ત્રણ કલાકમાં તમારા ઘર સુધી પહોંચાડવા જેવી અન્ય સુવિધાઓની શરૂઆત પણ ડનિહલ દ્વારા કરાઈ છે.

જયો પોલ ગોર્શિયા પોતાના ઇનસાઇડર્સ (જે તેમની બ્રાન્ડ પર ખર્ચ કરે છે) માટે લોયલ્ટી પ્રોગ્રામ ચલાવે છે. આ ઇનસાઇડર્સને લેટેસ્ટ કલેક્શનનો પ્રિવ્યૂ બતાવાય છે અને અનેકવાર તેમને ગ્રાહકો માટે અપાતી પાર્ટીમાં ભાગ લેવાનું કહેવાય છે. પાર્ટી માટે આ રીતે કૃત્રિમ હાઇપ ઊભો કરાય છે કે, તમને લાગવા લાગે છે કે જો આમંત્રિતોના લિસ્ટમાં તમારું નામ નથી તો તમે હાઇ સોસાયટીના ગ્રૂપમાં સામેલ નથી. કેટલાંક શહેરોની હાઇ સોસાયટી સર્કલનું આ સ્લોગન છે કે, ‘જો તમે હાઇ સોસાયટીથી સંબદ્ધ છો તો તમને ડિનરનું આમંત્રણ પણ મળવું જોઈએ.’

આ વિચારને એ દરેક વ્યવસાયમાં અપનાવી શકાય, જે વધારે ખર્ચ કરનારા ગ્રાહકોને પોતાના સ્ટોર તરફ આકર્ષવા માગતા હોય. ગ્રાહકોને સ્થાયી રૂપે જોડવા માટે બ્રાન્ડ્સે કંઈક કરવું પડશે. એડવટૉઇઝિંગ અને બ્રાન્ડિંગ જેવી કવાયત્ ગ્રાહકોને તમારી પ્રોડકટ તરફ વાળી શકે છે. તમારે તમારા ગ્રાહકોને ઓળખવા જોઈએ, તેમની સાથે રહેવું જોઈએ, તેમની પસંદ-નાપસંદ ઉપરાંત તેમની સમસ્યાને સમજીને તેના સમાધાનની કોશિશ કરવી જોઈએ.

ફંડા એ છે કે, શાનદાર ટ્રીટ દ્વારા તમે વધારે ખર્ચ કરનારા ગ્રાહકોને હંમેશાં માટે તમારી સાથે જોડી શકો છો.

No comments:

Post a Comment