August 21, 2010

જે દિકરાને નવ મહિના પેટમા રાખ્યો

જે દિકરાને નવ મહિના પેટમા રાખ્યો તે, લગ્ન પછી

નવ મહિનામા તેની વહુ ને લઇ જુદો થઇ ગયો,

હુ ચુપ રહીઃ કાઇ ન બોલીઃકારણ કે હુ મા છુ

તેનો નવમા દિવસે ફોન આવ્યો, પુત્રવઘુને સારી

જોબ મળી છે. મે પુછ્યુ તમારુ જમવાનુ ?

તેણે કહ્યુ ટિફીન મંગાવીએ છીએ, હુ સમસમી ગઇ

હુ ચુપ રહીઃ કાઇ ન બોલીઃકારણ કે હુ મા છુ

નવરાત્રી ના દિકરાનો ફોન આવ્યો પુત્ર વધુ

પ્રેગનન્ટ છે તમે સુવાવડ કરવા આવશો ને ?

મે હા કહી.

હુ ચુપ રહીઃ કાઇ ન બોલીઃકારણ કે હુ મા છુ

પુત્રવધુ એ પુત્રને જન્મ આપ્યો , પ્રપૌત્રનો

ચહેરો જોઇ હુ રડી પડી, પુત્રે પુછ્યુ

મમ્મી આ હર્શ ના આસુ છે ?

હુ ચુપ રહીઃ કાઇ ન બોલીઃકારણ કે હુ મા છુ

દિકરા એ પુછ્યુ , તમે તમારા ઘરે અમારા

દિકરા નુ બેબી સિટિંગ કર્શોને ?

હુ આ સાંભળી હસી.

હુ ચુપ રહીઃ કાઇ ન બોલીઃકારણ કે હુ મા છુ

પછી ………

પ્રપોત્રે એક દિવસ પુ્છ્યુ મોટીબા તમે

અમારાથી કેમ જુદા રહો છો ?

હુ ચુપ રહીઃ કાઇ ન બોલીઃકારણ કે હુ મોટી મા છુ.

No comments:

Post a Comment