August 20, 2010

કર્મનો કક્કો


A- Affirm : દ્રઢતાથી કહો, ‘હું સફળ થવા સક્ષમ છું.’

B- Believe : તમે ગમે તેટલું ઊંચું લક્ષ્ય પ્રાપ્ત કરી શકો છો તેવો વિશ્વાસ લાવો.

C- Commit: સપનું સાકાર કરવાનો સંકલ્પ કરો.

D-Dare: જોખમ લેવાનું સાહસ કરો.

E- Educate: સ્વયંને શિક્ષિત બનાવો. જ્ઞાન એ જ શક્તિ છે, તેનો ઉપયોગ કરો.

F- Find: પ્રતિભા, સંભાવના, ધન, સમય, પદ્ધતિ શોધતા રહો.

G- Give: વહેંચતા રહો. કંઇક મેળવતાં પહેલાં કંઇક આપવું પડશે.

H- Hope: પૂરી આશાથી પ્રાર્થના કરો અને મંડ્યા રહો.

I- Imagine: જીતની કલ્પના કરો.

J- Junk: મગજમાં ભરેલા નકામા, નકારાત્મક વિચારોને ફગાવી દો.

K- Knock: ઉદાસી, નિરાશાને લાત મારીને બહાર ધકેલી દો.

L- Laugh: જાત પર હસતા શીખો, બીજા પર નહીં.

M- Make it happen: નિચોવાઇ જાઓ ત્યાં સુધી કામ કરો.

N- Negotiate: વાટાઘાટ કરવામાં નાનમ ન અનુભવો. વાત કરતી વખતે ફલેક્સિબલ રહો.

O- Overlook: સમસ્યાઓમાં અટવાઇ રહેવા કરતાં ઉકેલી નાખો.

P- Persevere: મચી પડો, હાર ન માનો. મુશ્કેલીઓ હારે જ છે. સંઘર્ષ કરનારા જ જીતે છે.

Q- Quit: ફરિયાદ કરવાનું છોડી દો.

R- Reorganize: સફળ હો કે નિષ્ફળ, જીવનનો પ્રત્યેક હિસ્સો હંમેશાં વ્યવસ્થિત હોવો જોઇએ.

S- Share: સફળતા મળ્યે શ્રેય વહેંચવાનું ભૂલશો નહીં.

T- Trade-off: અદલાબદલી કરવામાં અચકાશો નહીં.

U- Unlock: આસ્થા, આશા, પ્રેમનાં તાળાં ખોલો.

V- Visualize: સપનું આંખો સમક્ષ રાખો. જાતને જેવી જુઓ છો તેવા જ તમે બનો છો.

W- Work: પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી.

X- X-ray: થોભો. લક્ષ્યનો એકસ-રે લો. પછી આગળ વધો.

Y- Yield: જીવન અને સમસ્યાઓ ઇશ્વરના ચરણે ધરી દો. પ્રયત્નો કર્યા બાદ ઇશ્વરને તેમનું કામ કરવા દો.

Z- Zip it up: તમે આત્મવિશ્વાસથી તરબતર છો, લક્ષ્યને બરાબર પિછાણો છો, જાતને ઇશ્વરના હવાલે કરો છો, તો નિશ્વિતપણે તમે સફળ જ થવાના.

(‘ટફ ટાઇમ નેવર લાસ્ટ, બટ ટફ પીપલ ડુ’ પુસ્તકમાં રોબર્ટ એચ. શુલર)

No comments:

Post a Comment