August 19, 2010

મગજને તાલીમ આપો

જેને યાદ રહેતું નથી એ આજની તેજ ગતિએ ભાગતી દુનિયા અને ભારે દબાણવાળી કારકિર્દીમાં પાછળ રહી જાય છે, પોતાની યાદદાસ્તને માંજીને ઊજળી કરવાથી એ તમને સ્પર્ધામાં મુઠ્ઠી ઊંચેરા રહેવામાં મદદ કરે છે. તમારી યાદદાસ્ત નબળી હોય તો સૌથી પહેલી જરૂર એ છે કે તમે એને મજબૂત બનાવો. એકવાર આ થઇ જશે, પછી બાકી કામોમાં તો તમે નિપુણતા આપોઆપ મેળવી લેશો.

માહિતીનાં ચાર ક્ષેત્ર

સ્મૃતિ સઘન બનાવતી ત્રણ આધારભૂત પ્રક્રિયાઓ - ઘ્યાન આપવું, સજીવ કલ્પના કરવી, ક્રમબદ્ધ ગોઠવવી- આમાં એકવાર તમે પ્રભુત્વ મેળવી લો પછી વારો આવે છે એને એપ્લાય કરવાનો. ‘સુપર મેમરી - સુપર સ્ટુડન્ટ: હાઉ ટુ રેઇઝ યોર ગ્રેડ્સ ઇન ૩૦ ડેઝ’ નામના પુસ્તકમાં હેરી લોરેન લખે છે, ‘બિઝનેસ હોય કે ઓફિસનું કામ કે પછી ભણતર - માહિતીનાં ચાર ક્ષેત્રોનું તમારે સહજતાથી સંચાલન કરવું પડે છે’.

કયાં ચાર ક્ષેત્રો? જુઓ:

૧. લોકો સંબંધિત માહિતી: કેટલીય વાર તમે ઇચ્છો છો કે તમારા ક્લાયન્ટ્સનાં કે વારંવાર કામ પડે છે એવા લોકોનાં નામ, જરૂરી વર્ષ યાદ રહી જાય તો કેવું સારું, મીટિંગમાં કે અન્યત્ર સામેની વ્યક્તિને એના સાચા નામથી બોલાવી શકાય તો કેવું રુડું! આ છે લોકો સંબંધિત માહિતી. એમાં વ્યક્તિનું પદ-સંબંધ, રુચિ અને પારિવારિક માહિતીની વિસ્તૃત જાણકારી સામેલ છે.

૨. બોલાયેલી માહિતી: મીટિંગમાં બેઠા હો, વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લઇ રહ્યા હો, બોસ સાથે વાત કરી રહ્યા હો કે પાર્ટીમાં પરિચિતો-અપરિચિતો સાથે કોઇ વિષય પર ચર્ચા કરી રહ્યા હો - આવા પ્રસંગોએ કોઇ અન્ય વ્યક્તિએ કહેલા કે લખેલા શબ્દો યાદ કરીને ટાંકવા ખૂબ જ ઉપયોગી બને છે. આપણામાંના ઘણાને બોલાયેલા શબ્દો યાદ કરવામાં મુશ્કેલી નડે છે, કેમકે બોલાયેલા શબ્દો ક્ષણભંગુર હોય છે. આ પરથી જ સ્પષ્ટ થાય છે કે બોલાયેલા શબ્દો યાદ રાખવા માટે સારી યાદદાસ્ત જરૂરી છે.

૩. આંકડા સંબંધી માહિતી: આપણી ડિજિટલ દુનિયામાં ફોન નંબર, શેરોના ભાવ, વેચાણના આંકડા અને અન્ય આંકડાકીય માહિતીની ભરમાર છે. તમારો પનારો શબ્દો સાથે વધારેપડતો હોય કે આંકડા સાથે, અમુક આંકડા યાદ રાખવા હંમેશાં મદદરૂપ પુરવાર થાય છે.

૪. લિખિત સૂચના: કોઇ અહેવાલ, લેખ, પત્ર, ડાયરી વગેરે લખતી વખતે તમે કેટલીય વાર દિલથી ઇચ્છો છો કે થોડા દિવસ-અઠવાડિયાં પહેલાં વાંચેલા આંકડા, માહિતી, પૃથક્કરણ, વિચાર, હકીકતો યાદ કરી શકો તો કેવું સારું? દેખીતી રીતે જ મેમરીપાવર મજબૂત હોય તો જ શક્ય બને.

તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તમારી મેમરી ફોટોગ્રાફિક છે, તકલીફ માત્ર એટલી જ છે કે એ સેકંડના દસમા ભાગ જેટલી જ ટકે છે. ગુડ ન્યુઝ એ છે કે તમે યાદશક્તિને ધારદાર બનાવી શકો છો. ન્યૂયોર્ક શહેરના કરોડો ડોલરના ટર્નઓવરવાળા ટર્નર કોર્પોરેશનના બિઝનેસ ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવ મિસ્ટર લોડનું ઉદાહરણ લો. લોડ કહે છે, ‘મારી યાદદાસ્ત ખરાબ છે એવું હું કદી વિચારતો નથી, પરંતુ ઘણી વાર હું અનુભવું છું કે વધુ સફળ થવા માટે મારે ઘણું વધુ યાદ રાખવાની જરૂર છે.

સોદા પાકા કરવામાં એથી ઘણો ફેર પડી શકે છે.’ ફક્ત લોડ જ નહીં, મોટાભાગના બિઝનેસમેન, પ્રોફેશનલ્સ, વિદ્યાર્થીઓ પણ માને છે કે પોતે અમુક હદે સફળ છે, પરંતુ યાદદાસ્ત સુધારીને અભ્યાસ/કારકિર્દીને બહેતર સ્થિતિમાં પહોંચાડી શકાય તેમ છે. સૌથી વધુ સારી વાત એ છે કે યાદદાસ્ત સુધારવા તમારે માત્ર ત્રણ જ કદમ ચાલવાનાં છે.

પહેલું કદમ

કોઇ પણ ઘટનાનું અવલોકન બરાબર ઘ્યાન કેન્દ્રિત કરીને કરો. એનો અનુભવ કરો. મહત્વની દરેક ઘટનાના સાક્ષી બનવા માટે પોતાની આંખો ખુલ્લી રાખો અને મગજને સતર્ક રાખો. તમે મહત્વના લોકો, પરિબળો અને વિચારો અંગે ઘ્યાન રાખતાં શીખી જશો. યાદશક્તિ વધારવા માટે કોન્સન્ટ્રેશન પહેલું કદમ છે.

તમારે માનસિક ઊર્જાને ફળદ્રુપ બનાવવા માટે મહેનત કરવી જોઇએ. જે લોકોને તમે મળો છો, જે શબ્દો વાંચો છો, જે માહિતી મેળવો છો, જે કંઇ શીખો છો એના પર બરાબર ઘ્યાન આપો. તમે પોતે પણ આશ્ચર્યચકિત થઇ જશો કે તમારો કોન્સન્ટ્રેશન પાવર કેટલો ઝડપથી વિકસે છે.

બીજું કદમ

તમારા અનુભવને એવા રૂપમાં બદલો, જેની જીવંત કલ્પના કરી શકાય અથવા જેને મનમાં સ્પષ્ટરૂપે જોઇ શકાય. આપણા મગજની આંખ યા તો કલ્પનાશક્તિ આપણી સાચી આંખ કરતાં અનેકગણી વધુ શક્તિશાળી છે, પરંતુ તમે આ શક્તિનો લાભ મેળવવા ઇચ્છતા હો તો તમારે એનો ઉપયોગ કરવો પડશે. એકવાર તમે કોઇ જાણકારી - માહિતીને દ્રશ્ય સ્મૃતિમાં ફેરવી નાખશો તો તમે એને લાંબો સમય સુધી યાદદાસ્તની પેટીમાં સુરક્ષિત રાખી શકશો.

ત્રીજું કદમ

પોતાના અનુભવને બીજી માહિતીઓ સાથે જોડો. આપણે એ માહિતી યાદ રાખીએ છીએ, જે આપણા માટે કામની હોય અને એ માહિતી ભૂલી જઇએ છીએ, જે આપણે માટે નકામી છે. આપણે જે ઓલરેડી શીખેલું છે, જે ડેટા પહેલેથી જ આપણાં મન-મગજમાં જોડાયેલો છે એની સાથે નવી હકીકતો અને ઈન્ફર્મેશનને જોડો. આ

No comments:

Post a Comment