June 12, 2012

અમદાવાદની આઈ આઈ એમ ઉપર ફ્લાઈ ઓવરનું સંકટ


-100 એકરમાં ફેલાયેલું છે આઈઆઈએમ અમદાવાદનું કેમ્પસ -અગાઉ મળેલી છે ધમકીઓ 

આઈઆઈએમ અમદાવાદ દેશની ટોચની બી-સ્કૂલોમાં સામેલ છે. જેનું કેમ્પસ એકસો એકરના વિસ્તારમાં ફેલાયેલું છે. હાલ ઊંચી દિવાલો અને તેના ફેંસિંગના વાયરના કારણે સુરક્ષિત છે અને લોકોની નજરથી બચેલું છે. પરંતુ હવે, તેની સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે. અગાઉ અનેક વખત આઈઆઈએમના સંદર્ભમાં આતંકવાદી ધમકીઓ મળેલી હોવાથી, તેનું મહત્વ વિશેષ વધી જાય છે. 

પાંજરાપોળથી વસ્ત્રાપુર વચ્ચેના ફ્લાઈ ઓવરથી કેમ્પસની પ્રાઈવસી અને સલામતી પર સવાલ ઊભા થશે. ઉપરાંત આઈઆઈએમના કેમ્પસ પર સંભવિત હુમલાના પ્લાનિંગ માટે પણ  માટે પણ ઉપયોગ થઈ શકે છે. જેના કારણે વસ્ત્રાપુરથી પાંજરાપોળ વચ્ચેના પરિવહનને સુગમ બનાવવા માટે ફ્લાઈ ઓવર નિર્માણના એએમસીના પ્રસ્તાવથી  આઈઆઈએમ અમદાવાદના બધા ખુશ નથી. 

આઈઆઈએમના અધિકારીઓ સલામતિની દ્રષ્ટીએ એટલી હદે ચિંતિત છે કે, તેમણે આ અંગે એક પ્રેઝન્ટેશન તૈયાર કરવાની તૈયારી હાથ ધરી છે. જે સરકારી અધિકારીઓને દર્શાવવામાં આવશે. જેમાં મુખ્યત્વે સુરક્ષાના એંગલથી રજૂઆત કરવામાં આવશે.

આઈઆઈએમના એક અધિકારીના કહેવા પ્રમાણે, હાલ કેમ્પસમાં શું ચાલી રહ્યું છે, તેની જાણ કોઈને થઈ શકતી નથી. પરંતુ જો ફ્લાઈઓવરનું નિર્માણ થશે તો કોઈ સામાન્ય શખ્સ પણ કેમ્પસમાં શું ચાલી રહ્યું છે, તેની જાણ સામાન્ય મુસાફરને પણ થઈ શેક છે. આઈઆઈએમએનું કેમ્પસ વર્લ્ડક્લાસ છે.ત્યારે ઈમારતની નજીક ફ્લાઈઓવર ઊભો કરવો, સુરક્ષાની દ્રષ્ટીએ વ્યવહારુ વિચાર નથી.''

કેમ્પસમાં વિદેશીઓનું આવાગમન

કેમ્પસમાં વિદેશથી પ્રાધ્યાપકો અને બીજા લોકો ભણાવવા માટે આવે છે. ઉપરાંત અહીં મોટી સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરે છે. વધુમાં આઈઆઈએમ-એનું જૂનું કેમ્પસ વિખ્યાત આર્કિટેક્ટ લુઇસ કાન દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. જેને નિહાળવા માટે અનેક લોકો આવે છે. વર્તમાન ફ્લાઈ ઓવરની ડિઝાઈનથી કેમ્પસનું સૌંદર્ય ખતમ થઈ જશે.''

આશ્ચર્યજનક છે એએમસીનો પ્લાન

એએમસી દ્વારા પાંજરાપોળથી વસ્ત્રાપુર તરફ જતા માર્ગ માટે ફ્લાઈ ઓવર બાંધવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. જ્યારે આઈઆઈએમએના અધિકારીઓના કહેવા પ્રમાણે, ફ્લાઈ ઓવર રિંગ રોડ પર બાંધવો જોઈએ. જે મુળતઃ ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ છે. 

કેવો હશે પ્રસ્તાવિત ફ્લાઈ ઓવર

પ્રસ્તાવિત ફ્લાઈ ઓવરની લંબાઈ 520 મીટર હશે. જ્યારે તે 13.5 મીટર પહોળો હશે. પાંજરાપોળ તરફ આઈઆઈએમના જૂના કેમ્પસથી ફ્લાઈઓવર શરૂ થશે અને આઈઆઈએમ અમદાવાદના નવા કેમ્પસ પાસે વસ્ત્રાપુરની બાજુએ આ ફ્લાઈઓવર સમાપ્ત થશે. તેનાથી સલામતીનું જોખમ ઊભું થવા ઉપરાંત કેમ્પસનું સૌંદર્ય પણ હણાય જશે તેવી ઘણાને ભીતિ છે. 

No comments:

Post a Comment