વધી રહેલા ગ્રાહકવાદમાંથી નથી બચી શકતા કર્મચારીઓ -યુવા કર્મચારીઓમાં વધી રહેલું ફ્રોડનું વલણ ચિંતાજનક
વધી
રહેલો ગ્રાહકવાદ મધ્ય સ્તરના એક્ઝીક્યુટીવોને તેમની લાઇફસ્ટાઇલની
જરૂરિયાતોને પૂરી કરવા છેતરપિંડી કરવા પ્રેરી રહ્યો છે, તેમ એક સર્વેમાં
જણાવાયું છે.
વધી રહેલા ગ્રાહકવાદ (કન્ઝ્યુમરીઝમ)ને જોતા
છેતરપિંડી માટેનું મુખ્ય કારણ 'નીડ' માંથી 'ગ્રીડ'માં પરિવર્તિત થયેલો હેતુ
છે, તેમ કન્સલટન્સી કંપની અર્નેસ્ટ એન્ડ યંગ ઇન્ડિયા તેના 'ફ્રોડ એન્ડ
કોર્પોરેટ ગવર્નન્સઃચેંજિંગ પેરાડાઇમ' ના મથાળા હેઠળના અહેવાલમાં જણાવાયું
છે વધી રહેલા કિસ્સાઓમાં જણાયું છે કે યુવાન કર્મચારીઓ દ્વારા તેમની
લાઇફસ્ટાઇલને નિભાવવા માટે છેતરપિંડીનો સહારો લેવો પડે છે, કેમ કે તેમની
આવકમાં તેઓ પોતાની લાઇફસ્ટાઇલને જીવી શકતા નથી.
દેખીતી રીતે
છેતરપિંડી કરનાર કર્મચારી ઘણો મહત્વાકાંક્ષી મિડ મેનેજમેન્ટ કર્મચારી હોય
છે, જે નિવૃત્તિના સમયથી ઘણો દુર અને પ્રાપ્તિ કે સેલ્સ વિભાગમાં કામ કરે
છે, તેમ અહેવાલમાં જણાવાયું છે.
છેતરપિંડીનો વધુમાં વધુ ભોગ
બનનાર બેંકિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટર ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્ર, આઇટી/આઇટીઇએસ
અને કન્ઝ્યુમર પ્રોડક્ટસ સેગમેન્ટમાં પણ છેતરપિંડીના કિસ્સા વધ્યા છે, તેમ
તેમાં જણાવાયું છે. સર્વેમાં સામેલ કરાયેલા 60 ટકા લોકોએ કહ્યું હતું કે તેમની કંપનીમાં ગયા વર્ષે છેતરપિંડીના કિસ્સો નોંધાયો હતો.
ટેકનોલોજીના
વધી રહેલા ઉપયોગને કારણે ટેકનોલોજી આધારિત ફ્રોડના કેસમાં વધારો થયો છે.
ફ્રોડ રિસ્ક મેનેજમેન્ટ માટે એક સક્રિય વલણ આજની તારીખની જરૂરિયાત છે.
ટેકનોલોજી અને ઝડપી વ્હીલસ બ્લોઇંગ વ્યવસ્થા આ પ્રકારના જોખમોને ઓછા
કરવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે,તેમ ઇ એન્ડ વાયના પાર્ટનર અરપિંદર
સિંઘે કહ્યું હતું.
Source: Divya Bhaskar
No comments:
Post a Comment