નુકસાનીમાં ચાલી રહેલી સરકારી એરલાઇન્સ કંપની ઇન્ડિયન એરલાઇન્સની ભારતના દિગ્ગજ નેતાઓ પાસેથી ખાસ્સી મોટી રકમ વસુલવાની બાકી છે. રસપ્રદ વાત તો એ છે કે તેમાં સૌથી વધારે ઉધાર ચુકવણી ભારતના પ્રધાનમંત્રીએ કરવાની છે અને તેમના પછી નંબર આવે છે ઉપરાષ્ટ્રપતિનો.
એક આરટીઆઈ પ્રમાણે માત્ર પ્રધાનમંત્રીની કંપનીને 55.81 કરોડ રૂપિયાની બાકી ચુકવણી સામે આવી છે. આ રકમ તેમની થાઇલેન્ડ, ભૂતાન, જાપાન, વિયતનામ, મેલશિયા, ઉત્તર કોરિયા, બેલ્ઝિયમ અને જર્મનીની યાત્રાઓ અંગેની બાકી છે.
- આ યાત્રાઓ ઉપર ગયા પછી તેનુ બીલ ચુકવવામાં આવ્યું નથી
એક આરટીઆઈ પ્રમાણે માત્ર પ્રધાનમંત્રીની કંપનીને 55.81 કરોડ રૂપિયાની બાકી ચુકવણી સામે આવી છે. આ રકમ તેમની થાઇલેન્ડ, ભૂતાન, જાપાન, વિયતનામ, મેલશિયા, ઉત્તર કોરિયા, બેલ્ઝિયમ અને જર્મનીની યાત્રાઓ અંગેની બાકી છે.
- આ યાત્રાઓ ઉપર ગયા પછી તેનુ બીલ ચુકવવામાં આવ્યું નથી
- મુસાફરીની દેખરેખ સુરક્ષા મંત્રાલય કરે છે અને બિલ ચુકવવા માટે પણ તેઓ જ જવાબદાર છે
- રાષ્ટ્રપતિ જેમની મુસાફરીના 19 કરોડ રૂપિયાનુ બિલ હજુ સુધી નથી ચુકવવામાં આવ્યું.
- ઉપરાષ્ટ્રપતિની યાત્રાઓનુ બીલ 35.79 કરોડ રૂપિયા છે અને તેઓ પણ પાંચ વિદેશી સ્થળોની યાત્રાએ ગયા હતા
આ યાત્રાઓ ઉપર ગયા પછી તેનુ બીલ ચુકવવામાં આવ્યું નથી. પ્રધાનમંત્રીની હવાઈ મુસાફરીની દેખરેખ સુરક્ષા મંત્રાલય કરે છે અને બિલ ચુકવવા માટે પણ તેઓ જ જવાબદાર છે. આ તમામ બિલો તેમની પાસે જ છે અને ખાસ્સા જુના છે.
ઉધાર ખાતામાં ત્રીજા નંબરે છે રાષ્ટ્રપતિ જેમની મુસાફરીના 19 કરોડ રૂપિયાનુ બિલ હજુ સુધી નથી ચુકવવામાં આવ્યું. તેઓએ નવેમ્બર 2010માં અબુ ધાબી, દુબઈ, દમસ્કસ અને અલેપ્પોની મુસાફરી કરી હતી. આજ પ્રમાણે તેઓએ ભૂતાનની મુસાફરી પણ કરી હતી. આ તમામનું બિલ 18.95 કરોડ રૂપિયા થયુ, જે હજુ સુધી ચુકવવામાં આવ્યું નથી.
ઉપરાષ્ટ્રપતિની યાત્રાઓનુ બીલ 35.79 કરોડ રૂપિયા છે અને તેઓ પણ પાંચ વિદેશી સ્થળોની યાત્રાએ ગયા હતા. તેમનુ એક બિલતો વર્ષ 2008નુ બાકી છે જે 2.77 કરોડ રૂપિયા આસપાસ બેસે છે. તેમના બિલની ચુકવણી કરવાની જવાબદારી વિદેશ મંત્રાલયની છે.
વીવીઆઈપી યાત્રાઓ ઉપર કુલ બાકી બિલ 110 કરોડ રૂપિયાથી પણ વધારે બેસે છે. સિવિલ એવિએશન મંત્રાલયએ આ બાબતે સંબંધિત મંત્રાલયોને પત્ર પણ લખ્યો છે, પરંતુ હજુ સુધી તેની કોઈ ચુકવણી કરવામાં આવી નથી.
જણાવાઈ રહ્યું છે કે આ મંત્રાવયો આ નાણાકીય વર્ષોમાં આ ઉધારીના બિલો નહીં ચુકવી શકે કારણ કે તેમની પાસે પુરતુ ફંડ ઉપલબ્ધ નથી. હવે તેઓ એપ્રિલ પછી આ બાકી બિલોની ચુકવણી કરી શકે છે.
Source: Divya Bhaskar
No comments:
Post a Comment