January 13, 2012

પરફોર્મન્સ નો લાગ્યો પેચ. આકાશની પતંગ કપાણી

દુનિયાનું સૌથી સસ્તું ટેબલેટ 'આકાશ' સંકટમાં પડી ગયું છે. ભારત સરકારના માનવ સંસાધન મંત્રાલયે 70 હજાર આકાશના ઓર્ડર રોકી દીધા છે.

મીડિયામાં આવી રહેલા સમાચાર પ્રમાણે ખરાબ ક્વોલિટીના લીધે સરકારે 'આકાશ'નો ઓર્ડર રોક્યો છે. આ મુદ્દા પર સરકાર અને 'આકાશ' બનાવનાર કંપની ડેટાવિંડની વચ્ચે વિવાદના સમાચાર છે. સરકારે સ્કૂલના બાળકોને વહેંચવા માટે એક લાખ 'આકાશ'નો ઓર્ડર આપ્યો હતો. કંપની 30,000 ટેબલેટની સપ્લાય કરી ચૂક્યું છે. પરંતુ તેના પરફોર્મન્સને ળઇને સતત ફરિયાદો મળ્યા બાદ ઓર્ડર રોકી દેવામાં આવ્યા. મોટાભાગની ફરિયાદો ઓછી બેટરી લાઇફ અને સ્લો પ્રોસેસરની આવી.

જણાવામાં આવી રહ્યું છે કે સરકાર 'આકાશ' માટે નવા માપદંડ બનાવી રહ્યું છે. સાથો સાથ અન્ય વેંડરોની તપાસ પણ શરૂ કરી રહ્યું છે.

આકાશનું આ શ્રેષ્ઠ વર્ઝન જાન્યુઆરીમાં મળવાનું હતું, પરંતુ હવે લાગે છે કે તે એપ્રિલ પહેલાં મળવું શક્ય નહીં હોય. જો કે કંપની હજુ સુધી તેના માટે લોકો પાસેથી ઓર્ડર લઇ રહ્યું છે. એપ્પલ આઈ પેડ જિંદાબાદ

Courtesy: Divya Bhaskar

No comments:

Post a Comment