December 21, 2011

'કિટકેટ' ગુજરાતમાં કરશે રોકાણ

- નેસ્લે ઇન્ડિયા લિમિટેડ ગુજરાતમાં 500 કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઇ રહી છે - ગયા અઠવાડિયે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા 

- અમદાવાદની આજુબાજુના વિસ્તારમાં પોતાના પ્લાન્ટ માટે 50-100 એકર જમીન શોધી રહ્યું છે

સ્વિસની અગ્રણી ખાણી-પીણી અને કોલ્ડ્રિંક્સની કંપની નેસ્લે એસએ ની સબ્સિડિયરી નેસ્લે ઇન્ડિયા લિમિટેડ ગુજરાતમાં 500 કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઇ રહી છે. તે ખાસ કરીને રાજ્યમાં આવતા વર્ષે મેગી નુડલ્સ અને કન્ફેક્શનરીનો મેન્યુફેકચરિંગ પ્લાન્ટ સ્થાપવાનું વિચારી રહી છે. દેશભરમાં નેસ્લેના આઠ પ્લાન્ટ છે. આ અંગે કંપનીના ચેરમેન અને એમડી રિલિઓ વઝાઇકે એક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં કહ્યું કે તેઓ ગયા અઠવાડિયે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને તેમને કહ્યું કે નેસ્લેને અમદાવાદની આજુબાજુના વિસ્તારમાં પોતાના પ્લાન્ટ માટે 50-100 એકર જમીન શોધી રહ્યું છે.

"જો અમને 2012ની મધ્ય સુધીમાં પ્લાન્ટ માટેની જગ્યા મળી જશે, તો અમે 2014-15માં મેન્યુફેકચરિંગ શરૂ કરી દઇશું."તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

મેગી નુડલ્સ માટે ઘઉં સ્થાનિક બજારમાંથી મળી જશે. તેની સાથો સાથ તેમની નજર પૂર્વ પ્રદેશમાં પણ છે, તે બિહારમાં પણ તક શોધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કિટ-કટ ચોકલેટ પ્રોડક્ટએ નેસ્લેની છે.

નેસ્લે ઇન્ડિયાએ સૌપ્રથમ ઉત્પાદનની સુવિધા પંજાબમાં મોગા ખાતે 1961માં શરૂ કરી હતી. ત્યરબાદ તામિલનાડુ, કર્ણાટક, હરિયાણા, ગોવા, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પ્લાન્ટ સ્થાપ્યા અને આવતા માર્ચ 2012માં વધુ એક પ્લાન્ટ ખોલશે. તેમજ માનેસર, હરિયાણા ખાતે આરએન્ડટી સેન્ટર પણ સ્થાપશે.

No comments:

Post a Comment