December 15, 2011

બુદ્ધિશાળી ચીન

- ચીને 300 અબજ ડોલરનું એક ફંડ ઉભું કરવાની યોજના કરી છે

- ચીનની આ પહેલ મંદીમાં સંકટ સમયની સાંકળ સાબિત થશે

- અમેરિકા અને યુરોપ જેવી ચીનની સ્થિતિ ના સર્જાય તેના માટે ચીને આ પહેલ કરી
 
અમેરિકા અને યુરોપની આર્થિક કટોકટીની અસર દુનિયાભરના દેશો પર પડી રહી છે. તેમાંથી કોઇ બાકાત રહ્યું નથી અને ફરી એકવખત ડબલ ડીપ મંદીની વાયુવેગે ચર્ચા ચાલી રહી છે. ત્યારે દુનિયા આર્થિક મહાસત્તા બનવા તરફ અગ્રેસર ચીને પણ મંદીમાંથી બચવા માટે એક જોરદાર પહેલ કરી છે. ચીને 300 અબજ ડોલરનું એક ફંડ ઉભુ કરવાની યોજના કરી છે.

ચીન આ ફંડ આર્થિક મંદીથી બચવા માટે અલગથી ઉભું કરવાની યોજના બનાવી રહ્યું છે. હાલ અમેરિકા અને યુરોપમાં આર્થિક કટોકટી સર્જાઇ છે. તેના લીધે ચીનને જોરદાર ફ્ટકો પડ્યો છે. કારણ કે યુરોપ અને અમેરિકાના દેશોમાં મોટાપાયે નિકાસ કરી રહ્યું છે. હાલ તેની નિકાસમાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાય રહ્યો છે.

અમેરિકા અને યુરોપ જેવી સ્થિતિ ચીનની સર્જાય તે માટે વૈશ્વિક આર્થિક મંદીમાંથી બચવા માટે ચીને 300 અબજ ડોલરનું ફંડ ઉભું કરવાનું જોરદાર પગલું ઉઠાવ્યું છે. આ ફંડનો ઉપયોગ ઇક્વિટી, કોર્પોરેટ્સ બોન્ડ, રિઅલ એસ્ટેટ વગેરેને આર્થિક કટોકટીમાં બચાવા માટે ઉપયોગ કરાશે તેમ ચીનના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે.

અમેરિકા અને યુરોપની તિજોરીઓ તળિયા ઝાટક થઇ ગઇ હતી. આવી સ્થિતિ આર્થિક મહાસત્તા બનવા માંગતા ચીનની ન થાય એટલા માટે તે અગાઉથી ચેતી ગયું છે.

દુનિયા આખીને હલાવીને એકબાજુ મૂકી દે તેવી ચીનની આર્થિક ક્ષેત્રની આ પહેલ છે. ચીન પાસેથી ભારતે પણ શીખ લેવાની જરૂર છે, જેથી કરીને આવનારા દિવસોમાં આર્થિક કટોકટીના જે ભણકારાઓ વાગી રહ્યા છે, તેની સામે રાહત રહે.

Source: Divya Bhaskar

No comments:

Post a Comment