December 27, 2011

કંપનીમાં નોકરીઓનું વાવાઝોડું, મળશે 1 લાખ લોકોને નોકરી

આ સમયે જ્યારે અમેરિકા અને યૂરોપ મંદીના સમયમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે એક પણ કંપની છે જે તેના જોરે 1 લાખ લોકોને રોજગારી આપવા જઈ રહી છે.

આ કંપની છે ફૉક્સકૉન અને આ એપલના સ્માર્ટફોન આઈફોન અને આઈપેડનું નિર્માણ કરે છે. ચીનના ચેંગચાઉ પ્રાંતમાં સ્થિત આ કંપનીમાં આટલી સંખ્યામાં અગાઉથી લોકો કામ કરી રહ્યાં છે.

- આ કંપનીઓ પાસેથી તેમના સામાન બનાવવાનો કોન્ટ્રેક્ટ ખાસ્સા ઓછા વળતરે સાઇન કરે છે
- ચીનમાં મોંઘવારીના કારણે હવે વર્કર ઓછા પૈસામાં કામ કરવા નથી માંગતા

તેની ખાસીયત એ છે કે આ કંપનીઓ પાસેથી તેમના સામાન બનાવવાનો કોન્ટ્રેક્ટ ખાસ્સા ઓછા વળતરે સાઇન કરે છે. ચીનની આ કંપની ઓછા પૈસામાં પ્રોડક્ટ તૈયાર કરી આપે છે અને એટલા માટે જ તેની ખાસ્સું નામ છે.

ચીનમાં મોંઘવારીના કારણે હવે વર્કર ઓછા પૈસામાં કામ કરવા નથી માંગતા. પરંતુ આ કંપની ઓછા મહેનતાણા વાળા કર્મચારીઓ શોધી લાવે છે.

ફૉક્સકોનનું ચીનના પ્રાંત ચેંગચાઉના વિકાસમાં ખાસ્સું યોગદાન છે અને અહીંયાથી 15 અબજ ડૉલરની નિકાસ થતી હોય છે. આ પ્રાંતમાં ઇન્ટેલ, ફોર્ડ વગેરે કંપનીઓ પણ કામ કરી રહી છે.

Courtesy: Divya Bhaskar

No comments:

Post a Comment