ભારતના દિગ્ગજ કારોબારી અનિલ અંબાણી સામે એક મોટી સમસ્યા આવી ઊભી છે. ઝારખંડમાં ધનબાદની એક અદાલતે ફ્રોડના મુદ્દે રિલાયન્સ ઇન્ફો કૉમ લિમિટેડના અધ્યક્ષ અને સહ સંચાલકીય નિર્દેશક અનિલ ધીરૂભાઈ અઁબાણી સામે જપ્તીના આદેશ આપ્યા છે.
જ્યૂડિશિઅલ મેજિસ્ટ્રેટ બી.કે. પાંડેયની અદાલતે રિલાયન્સ કનેક્શનમાં રિચાર્જ કરાવ્યા પછી પૈસા નહીં મળવાના મુદ્દે છેતરપિંડીનો આરોપ લગાવી જપ્તીનો આદેશ આપ્યો છે.
અદાલતે આઈપીસીની કલમ-406 અને કલમ-420 હેઠળ 30 માર્ચ, 2009ના રોજ આ મુદ્દે કૉગ્નિશન લીધુ હતુ, તેમજ 21 મે 2011ના રોજ અનીલ અંબાણી સામે બિન-જામીની વોરંટ જાહેર કર્યું હતું.
એડવોકેટ પ્રતાપ કુમાર વર્માની પત્ની ચંદા દેવીએ રિલાયન્સનું સિમ કાર્ડ ખરીદ્યુ હતુ, અને જાન્યૂઆરી 2007માં ઈઝી રિચાર્જ કરાવ્યુ હતુ, પરંતુ કંપનીએ રિચાર્જની સામે જે સુવિધાઓ આપવાનું વચન આપ્યું હતુ તેને પુરું કરી શકી નહોંતી.
Source: Divya Bhaskar
Source: Divya Bhaskar

No comments:
Post a Comment