November 29, 2011

અમેરિકાના નાકમાં દમ કરનારા વિકિલીક્સને પત્રકારત્વક્ષેત્રનો એવોર્ડ

અમેરિકાના એકપછી એક ગુપ્ત દસ્તાવેજોને લીક કરીને વિશ્વભરમાં હડકંપ મચાવનારા વિકિલીક્સને ઓસ્ટ્રેલિયાનો જર્નાલિઝમ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. આ અંગે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી જુલિયા ગિલાર્ડે કહ્યું હતું કે વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાન્જેએ ટોળામાંથી અલગ ઉભરી આવીને ઉત્કૃષ્ટ કાર્ય કર્યુ છે.

વિકિલીક્સને વોકલી એવોર્ડથી નવાજનામાં આવી હતી. આ એવોર્ડનો વિજેતા પત્રકારો અને ફોટોગ્રાફરોની બનેલી એક સ્વતંત્ર પેનલ નક્કી કરતી હોય છે. અમેરિકાના સિક્રેટ કેબલ્સને લીક કરવા બદલ તેને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

રવિવારે સાંજે આ એવોર્ડની જાહેરાત કરતાં વેકલીના ટ્રસ્ટીઓએ જણાવ્યુ હતુ કે સરકારની અંદરની કામ કરવાની નીતિને સમજવા તેમજ દુનિયાથી છુપા રાખવામાં આવેલા અનેક સત્યોને બહાર લાવવા માટે નવી ટેક્નોલોજી અખત્યાર કરીને આ ક્ષેત્રમાં ઉમદા કામ કર્યું છે.

વિકિલીક્સ દ્વારા ઉઘાડા પાડવામાં આવેલા અનેક છુપાયેલા રહસ્યો, રાજદ્વારી સ્તરે ચાલતી ખટપટ, ઉચ્ચ સ્તરના હોર્સ ટ્રેડિંગ તેમજ બે દેશો વચ્ચેના સંબંધો અંગેની અદ્દભૂત માહિતી આપીને કલ્પી ન શકાય તેવી અસર ઉભી કરી છે.

No comments:

Post a Comment