October 1, 2011

એ સાચું કે આજે દરેક જણ કામઢો છે. પહેલાં ફુરસદ જ ફુરસદ હતી. આજે સમયના પ્રેશરમાં વાંચન માટે સમયે કાઢવો અઘરો છે. પણ જે અઘરું હોય તેને જ સરળ કરવું એ તો માનવનું કામ છે. ગમે તે રીતે સમય ચોરીને વાંચન તો કરવું જ જોઈએ.

વાચકોનો સંયુક્ત રાષ્ટ્રસંઘે તાજેતરમાં સર્વે કર્યો તો જણાયું કે કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, સેલફોન અને બીજા કોમ્યુનિકેશનનાં આધુનિક સાધનો પછી જગતભરના લોકો ઓછું વાચે છે. ૧૩ વર્ષની ઉંમરનાં બાળકો ૨૦ વર્ષ પહેલાં ૧૦૦ ટકા વાંચતાં તે આજે ત્રીજા ભાગનાં જ વાચે છે. ૧૫થી ૨૪ વર્ષની ઉંમરના અમેરિકનો સરેરાશ બે કલાક ટીવી જુએ છે અને સરેરાશ માત્ર સાત મિનિટ વાંચે છે.

અમદાવાદના સમૃદ્ધ ગુજરાતીઓને વાંચવાનો કે વિચારવાનો સમય મળે છે? ‘વાંચે ગુજરાત’ની વાત આવે ત્યારે હું ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છને અલગ પાડું છું. ‘ગુજરાત’ ઓછામાં ઓછું. પછી સૌરાષ્ટ્ર વધુમાં વધુ વાંચે છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર સૌથી વધુ વાંચે છે. પણ કચ્છ તેનાથીય વધુ વાંચે છે. કારણ કે સૌરાષ્ટ્ર કચ્છમાં લોકોને વિચારવાનો અને વાંચવાનો સમય મળે છે.

No comments:

Post a Comment