October 6, 2011

ભારતની ત્રીજા ક્રમની સૌથી મોટી સોફ્ટવેર નિકાસકાર વિપ્રો તેની અમેરિકા સ્થિત પેટાકંપની ઇન્ફોક્રોસિંગના ડેટા સેન્ટર્સ અને અન્ય કમ્પ્યુટર હાર્ડવેર મિલકતો વેચવા વિચારી રહી છે . કંપની માટે બિન - મુખ્ય બિઝનેસ છે અને તે તેનું મૂલ્ય મેળવવા માંગે છે .

અધિકારીઓ અને બેન્કર્સ સહિત પાંચ જાણકાર વ્યક્તિએ કહ્યું હતું કે વિપ્રોએ કેટલીક મધ્યમથી મોટા કદની અમેરિકન કંપનીઓ તરફથી ઓફર્સ મેળવી છે અને કંપની પાંચ ડેટા સેન્ટર્સ સ્થાપવા વિચારે છે . વેચાણ દ્વારા કંપની 30 થી 40 કરોડ ડોલર સુધી મેળવવા માંગે છે .

ચર્ચા પ્રારંભિક તબક્કામાં છે તેથી નામ જાહેર કરવાની શરતે એક વ્યક્તિએ કહ્યું હતું કે , ઇન્ફોક્રોસિંગના ડેટાસેન્ટર્સ આવતાં ત્રણથી પાંચ વર્ષ માટે મહત્ત્વનાં નથી . સંભવિત ખરીદદારો સાથે સિટીગ્રૂપ વાતચીત કરી રહ્યું છે . એકથી વધુ સંભવિત બિડર્સ હોવાથી કોઈની સાથે વાત નક્કી થઈ નથી .

વિશે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે વિપ્રોના પ્રવક્તાએ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો કારણ કે આવતા મહિને આવકના આંકડા જાહેર થાય ત્યાં સુધી કંપની મૌન પાળશે .

ઓગસ્ટ 2007 માં વિપ્રોએ 60 કરોડ ડોલરમાં ઇન્ફોક્રોસિંગ ખરીદી હતી જેની આવક લગભગ 20 કરોડ ડોલર હતી . તે સમયે કંપની ઇન્ફોક્રોસિંગની આવક પાંચ ગણી વધારીને 2010 સુધીમાં એક અબજ ડોલર સુધી લઈ જવા માંગતી હતી .

વિપ્રોની ખરીદ વ્યૂહરચનાથી વાકેફ એક વ્યક્તિએ કહ્યું હતું કે , હવે એવું સમજાઈ રહ્યું છે કે ગ્રાહકો વેન્ડર પાસે ડેટા સેન્ટર છે કે નહીં તેના આધારે નિર્ણય લેતા નથી . ઇન્ફોક્રોસિંગની ખરીદી વખતે બાબતને ધ્યાનમાં લેવામાં આવી હતી .

સ્થાનિક કંપનીઓ પૈકી વિપ્રો સૌથી વધુ આક્રમક છે જેણે ટેક્નોલોજી , લાઇટિંગ અને રિટેલમાં લગભગ 28 કંપનીઓ ખરીદી છે .

ગયા વર્ષે એપ્રિલમાં વિપ્રોએ અમેરિકામાં હેડક્વાર્ટર ધરાવતી એસએઆઇસીની ઓઇલ અને ગેસ આઇટી પ્રેક્ટિસ 15 કરોડ ડોલરના રોકડ સોદામાં ખરીદી હતી . ઇન્ફોક્રોસિંગ વિપ્રો દ્વારા અત્યાર સુધીમાં થયેલી સૌથી મોટી ખરીદી છે .

વાતચીત સાથે સંકળાયેલી અન્ય એક વ્યક્તિએ ઇન્ફોક્રોસિંગના સંપૂર્ણ વેચાણની શક્યતા નકારી કાઢી હતી કારણ કે તે વિપ્રોને હેલ્થકેર બિઝનેસમાંથી આવક પૂરી પાડે છે .
ઇન્ફોક્રોસિંગ તેના ટોચના ગ્રાહકોમાં નેસ્લે , બીપી , કેપિટલ વન અને બેસ્ટ બાયનો સમાવેશ કરે છે .

ઇન્ફોક્રોસિંગના અધ્યક્ષ અને સીઇઓ તરીકે માર્થા બેજાર છે અને અમેરિકામાં તે લગભગ 1,000 લોકોનો સ્ટાફ ધરાવે છે . એટી એન્ડ ટી અને વેરિઝોન જેવી કંપનીઓ ડેટા સેન્ટર્સમાં રોકાણ વધારી રહી છે .

No comments:

Post a Comment