September 2, 2011

તમે નોકરી છોડશો એ પહેલા જ કંપનીને જાણ થઈ જશે

કંપનીઓ પોતાના કર્મચારીઓના અચાનક નોકરી છોડી દેવાના બનાવોથી ખાસ્સી મુંઝવણમાં રહેતી હતી. તેમની સમસ્યા એ રહેતી હતી કે મહત્વપૂર્ણ જગ્યાઓએ બેઠેલા લોકો પણ અચાનક જ નોકરી છોડી દેતા હોય છે. આ ઉપરાંત કર્મચારીઓ પણ નોકરી છોડી જવાથી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.

- એક એવુ સાધન બનાવી લેવામાં આવ્યુ છે જે કર્મચારીઓના નોકરી છોડવા અંગે કંપનીને અગાઉથી જ ચેતવી દેશે

- આ ટૂલ 10માંથી 7 જુનિઅર કર્મચારીઓ અંગે સાચે-સાચી માહિતી આપી દે છે
 
- 10માંથી 9 ટૉપ સિનિઅર કર્મચારિયો અંગે પણ સાચી જાણકારી આપી દે છે
 
- તે અગાઉથી જ તૈયારી કરી લેશે અને નોકરી છોડી જનારા કર્મચારીનો વિકલ્પ શોધી શકશે

હવે તેનો ઉપાય શોધી લેવામાં આવ્યો છે. એક એવુ ટૂલ બનાવી લેવામાં આવ્યુ છે જે કર્મચારીઓના નોકરી છોડવા અંગે કંપનીને અગાઉથી જ ચેતવી દેશે.

કન્સલ્ટિંગ કંપની કેપીએમજીએ તાજેતરમાં જ એક એવુ સૉફ્ટવેર વિકસિત કર્યુ છ જે કંપનીને અગાઉથી સુચીત કરશે કે કયો કર્મચારી ક્યારે નોકરી છોડીને જવાનો છે.

કંપનીના કહેવા પ્રમાણે આ ટૂલ 10માંથી 7 જુનિઅર કર્મચારીઓ અંગે સાચે-સાચી માહિતી આપી દે છે. જ્યારે 10માંથી 9 ટૉપ સિનિઅર કર્મચારિયો અંગે પણ સાચી જાણકારી આપી દે છે.

આ ટૂલથી કંપનીઓને એક ફાયદો એ થશે કે તે અગાઉથી જ તૈયારી કરી લેશે અને નોકરી છોડી જનારા કર્મચારીનો વિકલ્પ શોધી શકશે. કેટલીક કંપનીઓએ આ ટૂલનો બુકિંગ ઑર્ડર પણ આપી દીધો છે. આ ટૂલના નિર્માણમાં સેપ, આઈએમ, અને ઓરેકલ જેવી દિગ્ગજ કંપનીઓની મદદ લેવામાં આવી છે.


Source: Divya Bhaskar

No comments:

Post a Comment