September 1, 2011

ભરતીનો નવો મંત્ર : સિનિયર હોદ્દાઓ પર યુવાનોની પસંદગી

વિશેષ કરીને આઈટી કંપનીઓ સહિતની ઘણી કંપનીઓ સિનિયર હોદ્દાઓ પર યુવાનોને પસંદ કરી
રહી છે.


સ્પર્ધાત્મક બની રહેવા માટે કંપનીઓ સિનિયર પોઝિશન પર યુવાનો પર વધુ પસંદગી ઉતારતી થઈ છે , તેમ નિષ્ણાતોએ જણાવ્યું હતું. HR નિષ્ણાતોના મતે છેલ્લા વર્ષોમાં આ ટ્રેન્ડ જોવા મળ્યો છે. મોટા ભાગની કંપનીઓ હાલમાં ટેલેન્ટેડ કર્મચારીઓ માટે હાંફળી ફાંફળી બની છે.

કંપનીના મતે નેતાગીરીના ગુણો ધરાવતી વ્યક્તિ 20 વર્ષની હોય કે 40 વર્ષની હોય તેનાથી કોઈ ફર્ક પડતો નથી , તેમ ટીમલીઝ સર્વિસીસના વાઈસ પ્રેસિડેન્ટ સંગીતા લાલાએ પીટીઆઈને જણાવ્યું હતું.

IT/ ITes અને ટેલિકોમ વગેરે જેવા ગળાકાપ હરિફાઈ ધરાવતા ક્ષેત્રોમાં આક્રમક અભિગમ , સફળતા , ફોકસ , લક્ષ્ય હાંસલ કરવાની પ્રતિબધ્ધતા અને ટેકનો સેવી વગેરે લક્ષણોથી યુવાનો આ દિશામાં આગળ નીકળી જાય છે , તેમ તેમણે ઉમેર્યું હતું.

એક્ઝિક્યુટિવ્સ સર્ચ ફર્મ ગ્લોબલ હન્ટના ડાયરેક્ટર સુનિલ ગોએલના જણાવ્યા પ્રમાણે IT/ ITes અને ટેલિકોમ વગેરે ઉદ્યોગો જેવા બિઝનેસમાં યંગ જનરેશન સારી એવી ફ્લેક્સિબિલિટી દર્શાવે છે. અમે નોંધ્યું છે કે એનાલિટિકલ માઈન્ડ ધરાવતા યુવાનો સિનિયર હોદ્દાઓ પર સફળ પુરવાર થાય છે. 
 

No comments:

Post a Comment