August 30, 2011

કાલના હરેન પંડ્યા હત્યા કેસના સમાચારે મને ખુબ જ આશ્ચર્યચકિત કરી નાખ્યો. આટલા વર્ષો પછી પણ આવડી મોટી ગુજરાત સરકાર કશું જ કરી શકતી નથી. ખોટા પુરાવા ઉભા કરીને આજે આ કેસને ગૂંચવી દીધો છે. હું એ વિચાર કરું છું કે જો ભૂતપૂર્વ ગૃહપ્રધાનની હત્યાના કેસ ને ન્યાય આપવામાં આટલી બધી વાર લાગતીહોય તો સામાન્ય માનવીનું શું?

આજનો સામાન્ય માનવી ક્યારે મૃત્યુ પામે છે એ માત્ર એને જ ખબર હોય છે અને તેના પરિવારજનોને. પરંતુ આ કેસમાં ખુદ હરેન પંડ્યા જ ચુકાદો આપતા હોય તે રીતે જોવા મળતું હતું કે મને હવે ન્યાય ક્યારે મળશે?

સંજીવ ભટ્ટ ના ચોંકાવનારા વાક્યને શું ગુજરાતની પ્રજા સમજી શકશે? સુપ્રિમ કોર્ટ નો ચુકાદો કોની તરફેણમાં આવશે? અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી મેં જોયું કે અન્ના હજારેના સમર્થનમાં માત્ર થોડા લોકોએ જ ભાગ લીધો. કેમ? બાકીના લોકોને શું ભ્રષ્ટાચાર નથી નડતો કે તેઓ પાસે સમય નથી આવા જરૂરી કામ માટે? પ્રશ્ન મને પણ થતો હતો કે અન્ન હજારે આજે ઉપવાસ ઉપર બેઠા છે અને બાકીના લોકો આજે પાણીપુરી અને બટેકાપોવાની મજા માણે છે. 

શું આ લોકોને મોંઘવારી નથી નડતી?

માણસ જયારે ખુબ જ ઉંચાઈ ઉપર પહોંચે છે ત્યારે કોઈક સમયે એને એની નબળાઈનું ભાન થાય છે અને ત્યારે એને અહંકાર આવી જાય છે કે હવે હું કહીશ એમ જ આ પ્રજા કામ કરશે પરંતુ એને એ વાતનું ભાન હોતું નથી કે પ્રજા તેના કર્મો ને સારી રીતે જાણે છે. હવે જોઈએ આગળનો ચુકાદો શું આવે છે?

No comments:

Post a Comment