August 20, 2011

રેમ કરવો એટલે કોઈની સંભાળ રાખવી. મમતા રાખવી. કોઈ પ્રિય પાત્રના રખેવાળ થવું અને તેના ક્ષેમકુશળની ફિકર કરવી તે પ્રેમ છે. જેને પ્રેમ કરતા હોઈએ તેને પૂરેપૂરી જાણવી. તેની અબળખાનો પ્રતિધ્વનિ આપવો, તેને સંપૂર્ણપણે માણવો. આ પ્રેમમાં સ્ત્રી હોય, પુરુષ હોય અરે કોઈ વૃક્ષ પણ હોય કે કોઈ વિચાર પણ હોય. ખરેખર તો આપણે અમુક વિચારને પ્રેમ કરતા હોઈએ છીએ. પ્રેમનો અર્થ છે કે કોઈ પાત્ર જેને તમે ચાહતા હો તેને જીવંત કરવું. તેનામાં ચેતન લાવવું. Increasing his or her aliveness.

પરંતુ સાવધાન! જ્યારે તમે પ્રેમને માટે (હેવિંગ) પોતાનો કરવાનો શબ્દપ્રયોગ કરો ત્યારે શું કરો છો? તમે કોઈને કેદ કરો છો. અમુક બંધનની હાલતમાં સામા પાત્રને નાખો છો. તેને કંટ્રોલ કરો છો. સ્ટ્રેંગલ કરો છો. ગળું દાબી દો છો. સફોકેટ કરો છો-તેની પ્રગતિને રૂંધી નાખો છો. એટલે મોટે ભાગે આજે યુવાનિયા કહે છે કે ‘આઈ લવ યુ’ ત્યારે તે શબ્દનો જથ્થાબંધ દુરુપયોગ કરે છે. તે ખરેખર પ્રેમ કરતા નથી તે સાચી દાનત કે વાતને સંતાડવા માટે ‘આઈ લવ યુ’ કહે છે. કદી શેણી વિજાણંદે કે સૌરાષ્ટ્ર કે રજપૂતાનાના પ્રેમીઓએ આઈ લવ યુ કહ્યું છે?

એરિફ ફ્રોમે જગતના પ્રેમનો ઈતિહાસ લખનારા ડો. લોઈડ ’દ મોસને ટાંકીને કહ્યું છે કે પશ્ચિમના છેલ્લા બે હજાર વર્ષના ઈતિહાસમાં આપણા લોકોએ તેમનાં બાળકોને ચાહવાને નામે તેમના ઉપર શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યો છે. તેની લાગણીઓ તરફ દુર્લક્ષ્ય સેવ્યું છે, બસ બાળકોને માત્ર માલિકીભાવે જોયા છે અને તેના ઉપરનો આ ત્રાસ એટલો વ્યાપક હતો કે બહુ ઓછા માબાપ તેમાંથી બાકાત હતાં.

No comments:

Post a Comment