August 20, 2011

ટેકસાકો જેવા સુક્કા ઠઠ્ઠા-દિલવાળા પ્રદેશમાં દોસ્તોવસ્કીની વાર્તા બ્રધર કારામાઝોવ ચર્ચાતી હતી. ચર્ચાનો વિષય હતો ‘લવ એન્ડ હાઉ વે લીડ્ઝ ટુ વે.’ સરસ વિષય હતો. પ્રેમનો રસ્તો કંઈ રીતે પ્રેમીઓને જીવવાનો નવો પંથ બતાવે છે. આ મારું અર્થઘટન છે. તમે બ્રધર કારામાઝોવની વાર્તા ‘કળશ’ પૂર્તિની કટારમાં વાચતાં જ હશો. તે ચૂકી ગયા હો તો તેનો સાર છે કે ઝોસીમા કરીને ખ્રિસ્તી ઉપદેશક છે. રૂઢિચુસ્ત છે. તેની પાસે લોકો આધ્યાત્મિક માર્ગદર્શન લેવા આવે છે. એક દિવસ એક સ્ત્રી આવે છે. તે કહે છે કે તેણે ઈશ્વરમાંથી શ્રદ્ધા ગુમાવી છે અને શ્રદ્ધા ગુમાવી છે તેથી જીવવાનો મસાલો પણ ખૂટી ગયો છે. જીવન અકારું બન્યું છે.

No comments:

Post a Comment