August 20, 2011

ડૉ. મનમોહનસિંઘ, બરાક ઓબામા અને મહેન્દ્રસિંહ ધોની લોકપ્રિયતાના ચકડોળમાં ટોચે તો પહોંચી ગયા, પણ તેમની લોકપ્રિયતા સડસડાટ નીચે ઊતરી રહી છે.

૧૯૬૨માં મનમોહનસિંઘે અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટ મેળવી હતી. કેમ્બ્રિજ અને ઓકસફર્ડમાં ભણેલા વિદ્વાન ડૉ. મનમોહનસિંઘ ભારતની મોંઘવારી અને ભ્રષ્ટાચારને કાબૂમાં રાખવા મરણિયા પ્રયાસો કરી રહ્યા છે, પણ સાથી પ્રધાનોનાં કરતૂતોને કારણે બહુ ઝડપથી તેમની પ્રામાણિકતાની મૂડી ખૂટી રહી છે. ઓબામા સરકાર અમેરિકન અર્થતંત્રને લાઇફ સેવિંગ ઇન્જેકશન આપી રહી છે પણ તેનું આધિપત્ય ગુમાવી રહી છે. અમેરિકામાં બેકારીનો દર ૯.૨ ટકાએ પહોંચી ગયો છે. અમેરિકનો નોકરી વિનાના આંટાફેરા કરે છે. ક્રેડિટ પર ચાલતી વ્યવસ્થાના પ્રમુખની ક્રેડિટ દાવ પર લાગી ગઇ છે.

ઓબામા જ્યારે ભારત આવ્યા ત્યારે તેમણે અમેરિકાના ઘટતા જતા આધિપત્યની વાત સ્વીકારી હતી. તેમણે કહ્યું હતું કે વિશ્વમાં હવે અમેરિકાનું આધિપત્ય પહેલાં જેવું રહ્યું નથી. ચીન અને ભારતીય અર્થતંત્ર આજે ઝડપથી વિશ્વબજારમાં આધિપત્ય જમાવી રહ્યાં છે. વિશ્વની સંપત્તિની વહેંચણીની વાત કરીએ તો આખા વિશ્વની કુલ સંપત્તિમાંથી ૩૯ ટકા સંપત્તિ માત્ર અમેરિકનો પાસે જ છે.

No comments:

Post a Comment