August 18, 2011

બેજવાબદાર નિવેદનો કરવા માટે મેડલ્સ આપવાનું શરૂ થાય, તો વારંવાર બફાટ કરનારા કોંગ્રેસી દિગ્વિજયને એમાં ગોલ્ડ મેડલ મળે!

ઇન્દિરા ગાંધીના જમાનાથી કોંગ્રેસ પક્ષમાં આવડત કરતાં ખુશામતખોરી સત્તા પ્રાપ્તિ માટે વધારે ઉપયોગી થઇ પડે છે. રાજીવ ગાંધીની થોડી ટીકા કરવા માટે ગુજરાતના સમર્થ મુખ્યમંત્રી માધવસિંહસોલંકીએ અઢી વરસનો વનવાસ વેઠવો પડ્યો તે કથા જાણીતી છે.

દિગ્વિજયજી સતત બોલતા રહ્યા છે અને ઘણું બોલનાર માણસ માટે સમતુલા જાળવવી મુશ્કેલ બની જાય છે. રાહુલ ગાંધીના એકતાલીસમા જન્મદિને તેમણે આ મહાનુભાવ વડાપ્રધાન માટે સંપૂર્ણ યોગ્ય હોવાનું સર્ટિફિકેટ વગર માગ્યે આપી દીધું.

બેવકૂફી અને બફાટ માટે ચંદ્રકો આપવાનું શરૂ કરીએ તો આપણા અનેક આગેવાનો તેના લાયક ઉમેદવારો ગણાય પણ સુવર્ણચંદ્રક તો કોંગ્રેસના સેક્રેટરી દિગ્વિજયને જ આપવો પડે. છેલ્લા ચાર મહિનામાં તેમણે એટલાં બધાં નિવેદનો કર્યા છે અને એટલાં બધાં નિવેદનો પાછા ખેંચ્યાં છે કે બધાની યાદી બનાવવા માટે લાંબો ખરીતો તૈયાર કરવો પડે.

દિગ્વિજયજી રાજકારણમાં બિનઅનુભવી નથી. મધ્યપ્રદેશમાં દસ વરસ સુધી તેમણે મુખ્યમંત્રી પદ ભોગવ્યું છે. અને તે પહેલાં પણ અર્જુનસિંહ જેવા કાબેલ મુખ્યમંત્રીના હાથ નીચે તાલીમ પણ પામ્યા છે, પણ ઇન્દિરા ગાંધીના જમાનાથી કોંગ્રેસ પક્ષમાં આવડત કરતાં ખુશામતખોરી સત્તા પ્રાપ્તિ માટે વધારે ઉપયોગી થઇ પડે છે. રાજીવ ગાંધીની થોડી ટીકા કરવા માટે ગુજરાતના સમર્થ મુખ્યમંત્રી માધવસિંહસોલંકીએ અઢી વરસનો વનવાસ વેઠવો પડ્યો તે કથા જાણીતી છે.

દિગ્વિજયજી સતત બોલતા રહ્યા છે અને ઘણું બોલનાર માણસ માટે સમતુલા જાળવવી મુશ્કેલ બની જાય છે. રાહુલ ગાંધીના એકતાલીસમા જન્મદિને તેમણે આ મહાનુભાવ વડાપ્રધાન માટે સંપૂર્ણ યોગ્ય હોવાનું સર્ટિફિકેટ વગર માગ્યે આપી દીધું. રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા માટે મનમોહનસિંઘને ગડગડીયું આપવું પડે તે તેમના ખ્યાલમાં રહ્યું નથી. મનમોહનસિંઘ કોંગ્રેસી મોરચાના વડાપ્રધાન છે પણ કોંગ્રેસી આગેવાન નથી અને અઠંગ રાજકારણી પણ નથી.

અભ્યાસનિષ્ઠ અને કુશળ વહીવટી અમલદાર તરીકે તેમણે નામના મેળવી છે. રાજીવ ગાંધીની અણઆવડત અને જનતાદળની બંને સરકારોની બેવાજબાદારીના કારણે ભારતની આર્થિક હાલત કથળી ગઇ. પરિસ્થિતિ એટલી ખરાબ હતી અને દેશની આબરૂ એટલી રસાતળે પહોંચી હતી કે ચંદ્રશેખરે વિદેશી હૂંડિયામણ મેળવવા માટે સરકારી ખજાનામાંથી સોનું કાઢીને ઇંગ્લેન્ડમાં ગિરવી મૂકવું પડ્યું.

આ સ્થિતિમાંથી ઉગારો શોધી રહેલા નરસિંહરાવ મનમોહનસિંઘને રાજકારણમાં ખેંચી લાવ્યા. તેમણે બાજી સંભાળી લીધી અને ત્રણ-ચાર વરસમાં આપણે પાછા તરતા થયા. મનમોહનસિંઘમાં ચૂંટણી લડવા માટે જરૂરી હરામખોરી અને હલકાઇ નથી તેથી તેમણે રાજ્ય સભામાં બેસવું પડે છે અને પંજાબ કે દિલ્હીમાં તેમની કારી ફાવતી નથી. તેથી છેક આસામમાંથી આ રાજ્યના નાગરિક હોવાનો બનાવટી દાવો કરીને તેમને સંસદમાં લાવવામાં આવે છે.

મનમોહનસિંઘ સત્તા છોડવા એક પગે તૈયાર છે. તેનો દિગ્વિજયે ગેરલાભ ઉઠાવ્યો છે. રાહુલને વડાપ્રધાન બનવું હોય તો મનમોહનસિંઘ તો તરત જ ચાલતા થઇ જાય. પણ મનમોહનસિંઘને હોદ્દાની પણ પડી હોય તેના કરતાં વડાપ્રધાન પદને મનમોહનસિંઘની ગરજ છે. ચોતરફથી બદનામ થઇ રહેલી સરકાર મનમોહનસિંઘની પ્રતિષ્ઠાના આધારે ટકી રહી છે. ઉગ્ર વિરોધીઓ પણ તેમની સામે આંગળી ચિંધવાની હિંમત કરતા નથી. આવા પ્રતિષ્ઠાસંપન્ન અને નીવડેલા વડાપ્રધાનની જગ્યાએ રાહુલ જેવા નવા નિશાળીયાને બેસાડવામાં સમાયેલા અનર્થ દિગ્વિજયને દેખાતા નથી કારણ કે તેમની આંખે પડદા વળગ્યા છે.

તેમના પર ચોમેરથી માછલાં ધોવાયા ત્યાં તેમણે બચાવ કર્યો કે મેં તો મારી ભાવના દર્શાવી હતી. આનો અર્થ એ છે કે તેમણે બાવાની કુંડળી જેવી વાત કરી છે. એક બાવાજી એ સોનીની દુકાને જઇને કહ્યું કે, ‘મેરા ડંડા દો સોને કી કુંડલી લગા દે.’ સોનીએ કહ્યું કે, ‘બાવાજી બેવકૂફ જેવી વાત ન કરો’. બાવો બોલ્યો કે, ‘લગા દે તો તુ બેવકૂફ, મૈં તો વચન ડાલતા હૂં’ દિગ્વિજયે તો વચન નાખ્યું છે, તેનું પાલન કરનાર બેવકૂફ ઠરે.

લોકપાલ ખરડા અંગેના ઉહાપોહમાં પણ તેમણે વગર પૂછ્યે ઝૂકાવ્યું છે. હઝારે ફરી ઉપવાસ કરશે તો બાબા રામદેવ જેવા હાલ કરવામાં આવશે તેવી ગર્ભિત ધમકીનો અણ્ણાએ સણસણતો જવાબ આપ્યો છે અને માત્ર લાઠીમાર નહીં પણ ગોળીબાર કરવાનો પડકાર ફેંક્યો છે. દિગ્વિજયજી મધ્યપ્રદેશના છે અને પાડોશી રાજ્યના અણ્ણા હઝારેને ઓળખતા નથી. રામદેવે સાધુપદ અને સત્યાગ્રહ બંનેને લજાવી માર્યા છે પણ આવા ફૂટકળિયા આગેવાન જોડે અણ્ણાની સરખામણી કરી શકાય નહીં. અણ્ણાની માગણી અને તેમની પદ્ધતિ અંગે મતભેદ હોઇ શકે પણ તેમની નિષ્ઠા માટે બેમત નથી.

દિગ્વિજયજી કોંગ્રેસ પક્ષના મહામંત્રી છે. તે કોંગ્રેસ માટે શરમાવા જેવું ગણાય. ‘નાદાન કી દોસ્તી ઔર જાન કા જોખિમ’ પણ દરેક પક્ષમાં દિગ્વિજયો હાજર છે. બગીચામાં એક ઘૂવડ હોય તો બગીચો બદનામ થઇ જાય છે પણ અહીં તો હર શાખ પે ઉલ્લુ બૈઠા હૈ. અંજામે ગુલિસ્તાં ક્યા હોગા?‘

No comments:

Post a Comment