August 20, 2011

માનવીની જાગૃત અવસ્થા ધર્મ છે. સ્વપ્ન અવસ્થા અર્થ છે. સુષુપ્ત અવસ્થા કામ છે અને તુર્યાવસ્થા મોક્ષ છે. સંસાર સાથે ક્યારેય ઓગળી જવાની જરૂર નથી પરંતુ સંસારમાં રહેવા સાથે સંસારથી અસંગ રહેવું એનું નામ ભક્તિ છે.

આત્માને પરમાત્મા સાથે જોડવાનો છે પરંતુ આત્મા નૃત્યકાર છે. આત્મા બહુ મોટો નર્તક છે. અહીં નર્તક અને ન્úત્ય બંને એક થઇ જાય એવો મહાનર્તક આપણો આત્મા છે. આ નર્તકને નટરાજ સાથે જોડવાની યાત્રાનું નામ ભક્તિ છે. આપણું અંત:કરણ આત્મા નામના નૃત્યકારને નાચવા માટેનું રંગમંચ છે. જ્યારે બુદ્ધિ વશમાં થાય ત્યારે જ જીવની સત્વ શુદ્ધિ થાય છે. આત્મા નામનો નર્તક ચિત્ત છે. જે સંકલ્પ કરે તે મન છે અને ચિંતન કરે તે ચિત્ત છે અને ઠોસ નિર્ણય કરે તે બુદ્ધિ છે. જ્યાં સુધી અભિમાન હટશે નહીં ત્યાં સુધી પરમાત્માની પ્રાપ્તિ થવાની નથી. જ્યાં સુધી છ પ્રકારના વિકાર જીવતા છે ત્યાં સુધી ઇશ્વર પ્રાપ્તિ અશક્ય છે અને એ ત્યારે જ મરશે જ્યારે કોઇ સદ્ગુરુના કમળ જેવા ચરણમાં સંપૂર્ણ વિશ્વાસથી સાધક આસનસ્થ થશે.

માટે પોતાની જાતને પરદેશી માની દરરોજ સમય કાઢીને સ્વદેશમાં એટલે કે ગુરુજીના દેશમાં ફોન કરીને મૂળ ઘરના સંપર્કમાં રહો અને સદ્ગુરુ એવો માર્ગદર્શક છે જે પરદેશનાં જોવાલાયક તમામ સ્થળ અને મહાનુભાવોથી પર્યટકને માહિતગાર કરશે અને સમયસર યાત્રા પૂરી કરાવી એના પોતાના દેશમાં પહોંચાડી દેશે. જ્યાં બુદ્ધિની બોર્ડર પૂરી થાય છે ત્યાંથી શ્રદ્ધાનો સીમાડો શરૂ થાય છે.

No comments:

Post a Comment