August 18, 2011

આપણને બધા ડોક્ટરો, વૈદો શું કહેતા હોય છે? બને એટલો કાચો-કોરો, ઓછો રાંધેલો ખોરાક ખાઓ. આનાથી તમારી પાચન શક્તિ પણ સારી થશે અને તબિયત પણ સુધરી જશે. પણ આપણે એ તબીબોનું કહ્યું તો માનતા જ નથી એટલે પછી આપણી તબિયત સુધારવાનું બીડું સરકારે ઝડપી લીધું. એમણે ગેસ સિલિન્ડરના ભાવ એટલા વધારી દીધા કે ગેસ ચાલુ કરતાંય આપણને બીક લાગવા માંડી છે.

પેટ્રોલ, ડિઝલ, ગેસ, કેરોસીનના ભાવ પણ પેલા રાજાના કુંવરની જેમ દિવસે ન વધે એટલા રાત્રે અને રાત્રે ન વધે એટલા દિવસે બસ વધ્યા જ કરે છે. અને મજાની વાત એ છે કે મારું તમારું કોઇના પેટનું વોટર પણ મૂવ નથી થતું! ફરી એકવાર આ બધાના ભાવ વધ્યા એટલે આપણે બધાએ એકબીજાને ‘મેસેજો’ મોકલીને ભાવવધારાને ‘એન્જોય’ કર્યો. આવા ઇંધણીયા મેસેજ એટલે કે ‘પેટ્રો જોકસ’ના એકઝામ્પલ્સ જોઇએ.

નંબર-વન: એક પત્નીએ પતિને કહ્યું, ‘ડાર્લિંગ! પ્લીઝ મને કોઇ ખૂબ મોંઘી જગ્યાએ ફરવા લઇ જાને ડિયર.’ એટલે પતિ એને પેટ્રોલ પંપ પર લઇ ગયો.’

નંબર-ટુ: એક પેટ્રોલ પંપ પર સૂચના લખેલી હતી: તમારી જિંદગી ભલે સસ્તી હોય પણ પેટ્રોલ તો ખૂબ મોંઘું છે. માટે પ્લીઝ અહીં ધુમ્રપાન ના કરશો.

નંબર-થ્રી: એક બેંકની બહાર બોર્ડ મારેલું હતું: અમારે ત્યાંથી પેટ્રોલ-ડિઝલ-ગેસ-કેરોસીન માટે લોન મળશે.

આવું બધું મોકલી-મોકલીને આપણે બધા ‘ગમ-ગલત’ કરવાની કોશિશ કરીએ છીએ. ટેન્શન હળવું કરવાની કોશિશ કરીએ છીએ. બાકી આ ‘આતંકી’ ભાવવધારાના કારણે આપણી જે વાટ લાગી ગઇ છે એની તો આપણને જ ખબર છે. ભાવવધારો કરનારા મહાનુભાવો તો ખાઇ-પીને જલસા જ કરી રહ્યા છે, પણ તમને કહું બોસ, આ ભાવવધારાનો સીન આપણે ધારીએ છીએ એટલો ગ્લુમી એટલે કે વિષાદમય નથી. એની કેટલીક પોઝિટિવ સાઇડ પણ છે. સૌથી પહેલાં તો પેટ્રોલ અને ડિઝલના ભાવ-વધારાની જ વાત કરીએ.

તમને શું લાગે છે? આ પેટ્રોલ-ડિઝલના ભાવ કોણે વધાર્યા હશે? પેટ્રોલિયમ મંત્રાલયે? વિત્ત કે વાણિજ્ય મંત્રાલયે? ના સાહેબ ના. આ પેટ્રોલ-ડિઝલના ભાવ સ્વાસ્થ્ય અને આરોગ્ય મંત્રાલયે વધાર્યા છે. સરકારની એવી ઇચ્છા છે કે લોકો લિટરલી રસ્તે રખડતા-રઝળતા થઇ જાય. બધી પાર્ટીઓ રસ્તા પર આવી જાય. પણ વાહનો લઇને નહીં, પગપાળા. ઓન ધ ફીટ. બધા લોકો ચાલતાં ચાલતાં અહીંથી તહીં જાય. જેથી સૌનું સ્વાસ્થ્ય સુધરે. વાહનની ઇચ્છા થાય તો બહુ બહુ તો સાઇકલ લઇને બધે ફરે અથવા તો જુના-જમાનાની જેમ ઘોડા પર કે બળદ ગાડાંમાં જાય. જેને કારણે પેટ્રોલિયા વાહનોનું પ્રદૂષણ પણ ઘટશે. આવી સારી શુભ ઇચ્છાથી સરકારે ‘ઇંધન કે દામ બઢાયે હૈ.’

હવે તમે પૂછશો કે ગેસના સિલિન્ડરના ભાવ કેમ વધાર્યા? અરે સાહેબ, સિલિન્ડરના ભાવ વધારવા પાછળ ‘સરકારી ગિલિન્ડર’નો આશય સારો જ છે. જુઓ, આપણને બધા ડોક્ટરો, વૈદો શું કહેતા હોય છે? બને એટલો કાચો-કોરો, ઓછો રાંધેલો ખોરાક ખાઓ. આનાથી તમારી પાચન શક્તિ પણ સારી થશે અને તબિયત પણ સુધરી જશે. પણ આપણે એ તબીબોનું કહ્યું તો માનતા જ નથી એટલે પછી આપણી તબિયત સુધારવાનું બીડું સરકારે ઝડપી લીધું. એમણે ગેસ સિલિન્ડરના ભાવ એટલા વધારી દીધા કે ગેસ ચાલુ કરતાંય આપણને બીક લાગવા માંડી છે.

કદાચ થોડા વખતમાં માણસ રાંધીને ખાવાનું જ બંધ કરી દેશે અને મેદાનમાં ચરતો કે પછી ઝાડ પર પાંદડાં ખાતો થઇ જશે. અને આ બધું સિલિન્ડરના ભાવવધારાને લીધે જ થશે. કેરોસીનના ભાવવધારા પાછળ તો સરકારની સામાજિક ક્ષેત્રે ક્રાંતિ લાવવાની મનોકામના છે. મિત્રો, તમે તો જાણો જ છો કે હજી પણ આપણા દેશમાં સ્ત્રીઓ પર અત્યાચાર થઇ રહ્યો છે. દહેજના દૂષણના કારણે મા-દીકરીઓ-બહેનોને સળગાવી દેવાના બનાવો બની રહ્યા છે અને એમને સળગાવી દેવા માટે અત્યાચારીઓ, પાપીઓ કઇ વસ્તુ વાપરે છે, બોલો તો? યસ્સ કેરોસીન, ગ્યાસતેલ ઉર્ફે ઘાસલેટ.

આ ભયાનક દૂષણને નાથવા, મહિલાને સળગાવનારા નરાધમોને પાંગળા બનાવી દેવા સરકારે એમના મુખ્ય શસ્ત્ર કેરોસીનને એટલું મોઘું બનાવી દીધું કે જેથી કોઇ એને ખરીદી જ ના શકે. જેમ પેલું કહેવાય છે ને કે ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી. એમ સરકાર કહે છે, ‘ન રહેગા કેરોસીન ન જલેગી બેનડી.’ બોલો, કેટલો શુભ આશય છે સરકારનો આ દરેક ચીજના ભાવવધારા પાછળ! તોયે આપણે ઘરે બેઠા કકળાટ કર્યા કરીએ છીએ. અને બીજું કરી પણ શું શકીએ છીએ? રસ્તા પર નીકળીને વિરોધ કરવાનો તો આપણી પાસે ટાઇમ જ ક્યાં છે બોસ!

ટોપિક-એ-કરંટ: નમસ્કાર. તો શુરુ કરતે હૈ સવાલ જવાબ કા યે અદ્ભુત પ્રોગ્રામ જીસ કા નામ હૈ ‘કૌન બનેલા પેટ્રોલપતિ. તો દસ લિટર પેટ્રોલ કે લિયે પહલા સવાલ...

No comments:

Post a Comment