August 20, 2011

પ્રેમ કરવો તે સર્જનાત્મક પ્રવૃત્તિ છે. પ્રેમ કરવો એટલે કોઈની સંભાળ રાખવી. મમતા રાખવી. કોઈ પ્રિય પાત્રના રખેવાળ થવું અને તેના ક્ષેમકુશળની ફિકર કરવી તે પ્રેમ છે. જેને પ્રેમ કરતા હોઈએ તેને પૂરેપૂરી જાણવી. તેની અબળખાનો પ્રતિધ્વનિ આપવો, તેને સંપૂર્ણપણે માણવો. આ પ્રેમના દિવ્ય આનંદની ભાગીદારીમાં પણ સખત અને સતત સંઘર્ષ હોય છે અને એમાં જ પ્રેમની ખરી મજા છે.

‘જ્યારે પણ તમે પ્રેમની વાત કરો છો ત્યારે તેમાં માલિકીભાવ હોય છે, પણ તેવું હોય તો હું પૂછવા માગું છું કે Can you ‘have’ Love? શું તમે પ્રેમના માલિક બની શકો? જો તેમ હોય તો પ્રેમ કોઈ માલિકી મેળવવાની ચીજ હશે.

પ્રેમ એ કોઈ આવી પઝેસ કરવાની ચીજ નથી જ નથી. પ્રેમ એ માત્ર એબસ્ટ્રેકશન છે. કલ્પના છે. ભાવ છે. તમે ગુપચુપ ઉઠાવી લીધેલી ચીજ છે. ભાવ-મગ્નતા છે. કદાચ તમે કહી શકો કે એ કોઈ દેવી છે કે કોઈ અલગ વિશ્વનો જીવ છે. હું કહેવા માગું છું કે જ્યારે તમે ‘પ્રેમ’ કરો છો ત્યારે તેને માત્ર એક્ટ ઓફ લવિંગ અથૉત્ તમે ખરેખર પ્રેમ કર્યો હોય તે એક પ્રવૃત્તિ છે. પ્રેમ કરવો તે સર્જનાત્મક પ્રવૃત્તિ છે.

No comments:

Post a Comment