August 24, 2010

ભારતના ટેલેન્ટને દુનિયા માની ગઇ

હજુ થોડા સમય પહેલાજ ભારતના પડોશી દેશ ચીને ત્યાની આઉટસોર્સિંગનો કારોબાર કરી રહેલી તમામ વિદેશી કંપનીયોને આકર્ષવા માટે ટેક્સમાં રાહત આપવાની જાહેરાત કરી હતી. પરંતુ ચીનનો આ નુસખો સફળ થતો જોવા નથી મળી રહ્યો. ભારત અત્યારે પણ આઉટસોર્સિગ કારોબાર માટે ફેવરીટ ડેસ્ટીનેશન બનેલુ છે.

બ્રિટનની બે-ત્રત્યાંશ કંપનીયોએ સ્પષ્ટ રીતે માન્યુ છે કે ભારત આઉટસોર્સિગના કારોબાર માટે તેઓની પ્રથમ પસંદગી છે. ત્યાની મોટા ભાગની એક-ત્રંત્યાંશ કંપનીઓજ આ કારોબાર માટે ચીન અથવા પૂર્વ યૂરોપના દેશોને પસંદ કરે છે.

આ વાત તાજેતરમા જ બ્રિટનમાં કરવામાં આવેલા એક સર્વેમાં સામે આવી છે. ખ્યાતનામ એકાઉન્ટિંગ કંપની અને ચાર્ટડ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પર્સનલ ડેવલપમેન્ટે સાથે મળીને આ સર્વે કર્યો છે. આ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યુ છે કે ભારતના વિદ્યાર્થીઓ કેટલાય દેશોની સરખામણીમાં વધારે સમજદાર છે. માત્ર આટલુ જ નહી વિદેશી ભાષાઓ પર તેમની પકડ પણ અન્ય દેશના વિદ્યાર્થીઓની સરખામણીમાં અવ્વલ છે

No comments:

Post a Comment