આ જગતમાં અમર અવિનાશી એકમાત્ર આત્મા છે, મનુષ્યની ચેતના જ એનો આત્મા છે. જે સંપૂર્ણ મનુષ્યનો છે તે એનો આત્મા છે. આત્મા સિવાય આ વિશ્વમાં કશું આપણું નથી. આપણે સંસારમાં ઘણી વસ્તુને આપણી માની પરંતુ એમાં થાપ ખાઇ ગયા. આ જગતમાં બધું છુટી જશે. જ્ઞાનનો પણ અહંકાર કરવા જેવો નથી કારણ કે, અંતકાળ જ્યારે નજીક આવશે ત્યારે જ્ઞાન પણ છુટી જવાનું છે અને એટલે તો વિદ્વાનોએ સાચું કહ્યું છે કે ઇશ્વર સિવાય કોઇપણ વ્યક્તિ કે વસ્તુ સાથે માયા લગાડશો તો અંતમાં દુ:ખ સિવાય કશું જ પ્રાપ્ત થવાનું નથી. તેથી આત્માને પરમાત્મા સાથે જોડવો એ શાશ્વત સુખપ્રાપ્તિનો એકમાત્ર વિકલ્પ છે.
No comments:
Post a Comment