August 20, 2011

જીવને જ્યારે સ્વાન્ત: સુખાય સમાધિસુખ પ્રાપ્ત થાય છે ત્યારે એ લોક આનંદ બને છે. માનવીના મનની ચંચળતા જ્યારે સ્થિર થાય ત્યારે તે ગોપી બને છે અને આ રીતે પ્રાપ્ત થયેલી અંત: કરણીય મનોદશા જ્યારે કૃષ્ણના ચરણમાં વિરમે ત્યારે સમાધિસુખની પ્રાપ્તિ થાય છે.

આ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે સાધકે પોતાના ચિત્તને મંત્ર બનાવી દેવાનું હોય છે કારણ કે, જ્યારે મંત્રમાં મન લાગે નહીં ત્યારે ઇશ્વરની લીલા અને ઇશ્વરની પ્રાપ્તિની ઇચ્છા ખૂબ ઉપકારક નીવડે છે. જ્ઞાનીઓ જ્યારે જ્ઞાનની ચરમસીમા ઉપર પહોંચે ત્યારે ઘણીવાર વિક્ષુબ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે ત્યારે ભક્તિમાર્ગની સરળ પગદંડી પર ચાલનાર ભક્ત જ્ઞાની કરતાં વધારે સ્વસ્થ જોવા મળે એવું બની શકે છે.

No comments:

Post a Comment